Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ટીઅમેસી ધારાસભ્ય સુનિલસિંહ ૧ર નગરસેવકો સાથે બીજેપીમાં જોડાયા

પશ્ચિમ બંગાળના નોપોરા થી ટીએમસીના ધારાસભ્ય સુનિલસિંહએ ૧ર નગરસેવકો સાથે દિલ્લલીમાં  સોમવારના બીજેપી પાર્ટીની સદસ્યતા ધારણ કરી છે. આ અવસર પર બીજેપી નેતા કૈલાસ વિજય વર્ગીય અને મુકુલ રોય પણ ઉપસ્થિત હતા. આ પહેલા   ટીએમસી નેતા ગદાધર હાજરા, મોહમદ આસીફ ઇકબાલ, નિમઇ દાસ અને મુનીરુલ  ઇસ્લામ પણ બીજેપીમાં જોડાઇ ચુકયા છે.

(12:17 am IST)
  • કેન્દ્ર સરકારે વધુ ૧૫ ઉચ્ચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા : કેન્દ્ર સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તથા કસ્ટમ બોર્ડના ૧૫ ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દીધા છેઃ આ અગાઉ પણ સરકારે આયકર વિભાગના ૧૨ અધિકારીઓને ઘરે બેસાડી દીધા હતાઃ આ બધા અધિકારીઓ ઉપર નિયમોની વિરૂદ્ધ કાર્ય કરવાનો આરોપ હતો access_time 3:54 pm IST

  • બિહારમાં ગરમીનો પ્રકોપ : સરકારે ૧૪૪મી કલમ લગાવી લોકોને ગરમીના પ્રકોપથી બચાવવા ગયામાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ access_time 5:53 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ચારેકોર વરસાદના વાવડ : રાજકોટ-ગીરજંગલ-ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વરસાદ પડી રહયાનું -સવારે પડી ગયાનું જાણવા મળે છે. ઉ.ગુજરાતમાં અને કચ્છમાં પણ સારા વરસાદના વાવડ છે. બનાસકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. : પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં વરસાદ વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજુલા જુની માંડરડી આગરીયા, કોટડી, ધારેશ્વરમાં વરસાદ જાફરાબાદના લોર, પીછડી, એભલવડ, માણસામાં વરસાદ : લાઠીમાં પણ ધીમીધારે વરસાદ પાટણમાં પણ વાતાવરણમાં પલટો access_time 1:05 pm IST