Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બિહારમાં ચમકી તાવનો કહેર :100થી વધુ મોત :પ્રેસ કોન્ફ્રન્સમાં આરોગ્યમંત્રી મંગલ પાંડેએ મેચનો સ્કોર પૂછ્યો :વિડિઓ વાયરલ

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધનની પ્રેસ કોન્ફ્રન્સમાં બિહારના સ્વસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ પત્રકારોને સ્કોર પૂછ્યો

બિહારમાં ચમકી તાવે કહેર વર્તાવ્યો છે  આ તાવને લીધે 100 થી વધુ મૃત્યુ થયા છે.રવિવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને ચમકી તાવ પર પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે ભારત-પાકિસ્તાની ક્રિકેટ મેચના સ્કોર વિશે પૂછતા જણાતા દેખાયા હતા.

સોશિયલ મીડિયા પર મંગલ પાંડેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ચમકી તાવ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની 16 જુનની પ્રેસ કોન્ફરન્સનો છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંગલ પાંડે પત્રકારોને મેચનો સ્કોર પુછતા જોવા મળી રહ્યાં છે. મંગલ પાંડે પત્રકારોને મેચનો સ્કોર પુછી રહ્યાં છે તો જવાબમાં 4 વિકેટ પડી હોવાની વાત પણ સાંભળવા મળી છે.

 રવિવારે મુઝફ્ફરપુરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશ્વિની ચૌબેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ ઊંઘતા જોવા મળ્યાં હતા. જે બાદ ફરી બિહારના આ અન્ય એક મંત્રી વિવાદમાં ઘેરાતા જોવા મળી રહ્યાં છે.

(12:00 am IST)