Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અમેરિકાના ન્યુયોર્કમાં કાર્યરત જુદા જુદા વર્ણ,રંગ, તથા કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશન્શને ગ્રાન્ટ આપી સન્માનિત કરાયાઃ સામાજીક તથા સેવાકીય પ્રવૃતિઓ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદ કરાયેલા ૬૯ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શના પ્રતિનિધિઓનું ૧૬મે ૨૦૧૯ના રોજ બહુમાન કરાયું

ન્યુયોર્કઃ યુ.એસ.માં ન્યુયોર્ક સીટી કાઉન્સીલના ઉપક્રમે જુદી જુદી કોમ્યુનીટીના નોનપ્રોફિટ ઓર્ગેનાઝેશન્શ સંચાલિત સામાજીક તથા સેવાકીય પ્રવૃતિઓને વેગ આપતા પ્રોગ્રામ્સને સમર્થન આપી પ્રોત્સાહિત કરવા ગ્રાન્ટ આપવાનો કાર્યક્રમ ૧૬મે ૨૦૧૯ના રોજ રાખવામાં આવ્યો હતો.

જેનો સમય બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.

પપ, એક્ષચેન્જ પ્લેસ, લાસ અમેરિકા કોન્કરન્સ સેન્ટર, ફીફથ એફ વન, ન્યુયોર્ક વન, ન્યુયોર્ક મુકામે યોજાયેલા આ ગ્રાન્ટ વિતરણ કાર્યક્રમમાં પસંદ કરેલા ૬૯ ઓર્ગેનાઝેશન્શના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેઓ આ ગ્રાન્ટનો ઉપયોગ તેમના ઓર્ગેનાઇઝેશન દ્વારા કોમ્યુનીટી માટે ઇન્ફાસ્ટ્રાકચર જરૃરીયાતો, લીડરશીપ ડેવલપમેન્ટ, ફાઇનાન્શીઅલ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ સહિતના ક્ષેત્રે કરશે.

આ પ્રતિનિધિઓએ સન્માનવાનો તથા ગ્રાન્ટ આપવાના પ્રોગ્રામમાં ન્યુયોર્ક સીટી કાઉન્સીલ મેમ્બર શ્રી એન્ડ કીંગ, જુનીયર કાઉન્સીલ મેમ્બર શ્રી રોબર્ટ ઇ.કાર્નેગી, હિસ્પેનિક ફેડરેશન પ્રેસિડન્ટ જોસ કાલ્ડેરોન, કોલીશન ફોર એશિઅન અમેરિકન ચિલ્ડ્રન એન્ડ ફેમીલીસ કો-એકઝીકયુટીવ ડીરેકટર્સ સુશ્રી અનિતા ગુંડાના, તથા શ્રી વાનેસ્સા લિયુંગ, ન્યુયોર્ક અર્બન લીગ પ્રેસિડન્ટ/ceo શ્રી આર્વા રાઇસ, તથા એશિઅન અમેરિકન ફેડરેશન એકઝીકયુટીવ ડીરેકટર શ્રી જો એન્ન યુહાજર રહ્યા હતા.

જુદા જુદા વર્ણ, રંગ તથા કોમ્યુનીટીના બનેલા આ ૬૯ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શમાં આફ્રિકન,આરબ,એશ્નિ, બોર્ડર, કોસર્સ, બોયઝ એન્ડ ગર્લ્સ કલબ, ચાન્સીસ ફોર ચિલ્ડ્રન, ગાર્ડન ઓફ હોય, જમૈકા સેન્ટર, મર્સી સેન્ટર, નેઇળરહુડ હાઉસીંગ સહિતનાઓનો સમાવેશ થાય છે. તેવું સુશ્રી મીરા વેણુગોપાલની યાદીમાં જણાવાયું છે.

(12:00 am IST)