Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આખરે મમતા ઝૂક્યા :હડતાલી ડોક્ટરોની માંગ સ્વીકારી

દવાખાનોમાં ફરિયાદ નિવારણ સેલ,નોડલ પોલીસ અધિકારી ગોઠવવા સૂચના

કોલકતા : પશ્ચિમ બંગાળના હડતાલ પર ઉતરેલા ડોક્ટરોની માગ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વીકારી લીધી છે. મમતા બેનર્જીએ સરકારી દવાખાનાઓમાં ફરિયાદ નિવારણ સેલ બનાવવાની ડોક્ટરોની માંગણીનો સ્વીકારી છે.

આ સાથે જ મમતા બેનર્જીઓ કોલકત્તાના પોલીસ કમિશ્નર અનુજ શર્માને તમામ દવાખાનામાં એક નોડલ પોલીસ અધિકારી ગોઠવવાની સૂચના પણ તાત્કાલિક અસરથી આપી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ તમામ મેડિકલ કોલેજના 2-2 પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી રહી છે.

પશ્ચિમ બંગાળના કોલકાતા મેડિકલ કોલેજમાં ડોકટરો પર થયેલા હુમલાને લઇને દેશભરના તબીબોમાં રોષ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની અપીલ બાદ પણ ડોકટરોની હડતાળનું સમાધાન થયું નથી. પશ્ચિમ બંગાળમાં સતત છ દિવસે ડોકટરોની હડતાળ ચાલુ હતી. 
ઇન્ડિયન મેડીકલ એસોસિયેશને આજરોજ એક નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશના ડોક્ટરો હ઼ડતાલ પર ઉતરશે. ઇન્ડિયન મેડીકલ એસોસિયેશને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે દવાખાનામાં ડોક્ટરોની સુરક્ષા ઇચ્છીએ છીએ. કોલકત્તામાં મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ ખુબ જ ડરેલા છે, રસ્તાઓ પર હિંસા શરૂ થઇ ગઇ છે.

 તેમણે વધુમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, સમાજ અમારો સાથ આપે અને અમે ઇચ્છીએ છીએ કે, કોલકત્તામાં થયેલ હિંસાના આરોપીઓને સજા થાય. આ સાથે જ વધુમાં કહ્યું કે, દવાખાનામાં થનારી હિંસા માટે અલગથી એક પ્રકારનો કાયદો બનાવવામાં આવે આ સાથે જ અમે જાહેરાત કરીએ છીએ કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાલ રહેશે. આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવશે

(12:00 am IST)