Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બાળકનું નામ રાખવા પણ બેલેટ પેપરથી થયું મતદાન! મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં શિશુના નામ માટે ચૂંટણી

નાગપુર: ચૂંટણીને લોકતંત્રનું પર્વ કહેવાય છે,લોકતંત્રમાં ચૂંટણી દ્વારા સરકાર ચૂંટવામાં આવે છે, તેવામાં એક પરિવારમાં બાળકનું નામ રાખવા માટે પણ ચૂંટણી કરાઈ હતી મહારાષ્ટ્રના ગોદિયા જિલ્લામાં આવું બન્યું છે.અહીં એક દંપતિએ પોતાના નવજાત બાળકનું નામ રાકવા માટે પોતાના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ વચ્ચે મતદાન કરાવ્યું. મિથુન અને માનસી બાંગે 5 એપ્રિલે જન્મેલા બાળકના નામ પર નિર્ણય લેવા માટે અનોખી રીત અપનાવી. તેમણે મતદાતા તરીકે પરિવારજનો, મિત્રો અને સંબંધીઓને સામેલ કર્યા અને તે પછી 15 જૂને વોટિંગ કરાવવામાં આવ્યું.

  હકીકતમાં પરિવારજનો અને સંબંધીઓએ બાળક માટે ત્રણ નામોનું સૂચવ્યા હતા અને દંપતિએ નામ પર નિર્ણય લેવા માટે બેલેટ પેપરનો પ્રયોગ કર્યો, જેમાં સૂચવાયેલા ત્રણે નામો લખવામાં આવ્યા હતા.   ખાસ વાત છે કે કાર્યક્રમમાં હાજર લોકોમાં પૂર્વ સાંસદ નાના પટોલે પણ સામેલ હતા, જેમના રાજીનામાને કારણે 28મી મેએ ગોદિયામાં પેટાચૂંટણી કરાવવામાં આવી હતી.

  પિતા મિથુને કહ્યું કે, બાળક માટે ત્રણ નામ યક્ષ, યુવાન અને યૌવિક સૂચવાયા હતા, પરંતુ નામને લઈને અસમંજસમાં હતા. એટલે અમે બેલેટ પેપરની મદદથી નામ પર નિર્ણય લેવાનું વિચાર્યું. તેમણે કહ્યું કે, વોટિંગમાં કુલ 192 મત પડ્યા અને યુવાનને સૌથી વધુ 92 વોટ મળ્યા. તે પછી બાળકનું નામ યુવાન રાખવામાં આવ્યું છે

(12:08 am IST)