Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે

ગોવાના દરિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક ટૂરિસ્ટે જીવ ગુમાવ્યો હતો 28 વર્ષના દિનેશ કુમાર રંગનાથન પોતાના  મિત્રો સાથે ગોવા ફરવા માટે આવ્યો હતો. દિનેશ તમિલનાડુના વેલ્લોરમાં રહે છે.   

 

   જાણકારી મુજબ દિનેશ અને તેના બે મિત્રો નોર્થ ગોવા સ્થિત બાગા બીચ પર બેસેલા હતા. દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણેય સમુદ્રની ખૂબ નજીક જતા રહે છે. ત્યારે સમુદ્રમાં ઊંચી લહેરો અચાનક ત્રણેય મિત્રો લહેરોમાં આવી જાય છે. ગમે તેમ કરીને બે મિત્રો બહાર નીકળવામાં સફળ રહેછે. પરંતુ લહેરો શાંત થત દિનેશ ક્યાંય દેખાતો નથી.

  ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સમુદ્રની ઊંચી લહેરો થોડી સેકન્ડમાં એક વ્યક્તિનો જીવ લઈ લે છે.

  ઘટનાએ દિનેશ સાથે ત્યાં ઉપસ્થિત તેના મિત્રોને પણ સૂન્ન કરી નાખ્યા. હાલમાં પોલીસે વિદેશનો મૃતદેહ કબજે કર્યો છે. તો ગોવામાં બીજી પણ એક આવી ઘટના જોવા મળી. જેમાં સિનવ્કીરિયમ બીચ પર 33 વર્ષના શશિકુમાર વાસન પણ સમુદ્રની લહોરની જપેટમાં આવી છે. શશિકુમાર વાસન પણ તમિલનાડુના રહેવાસી હતા.

  પહેલા 16 જૂને મુંબઈના જાણીતા મરીન ડ્રાઈવ પાસે એક 12 વર્ષનો યુવક સેલ્ફીના ચક્કરમાં દરિયાની લહેરોમાં આવી ગયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થઈ ગયું. વર્ષે માર્ચ મહિનામાં એક અન્ય ઘટના સામે આવી હતી જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવક જીવ ગુમાવી બેસે છે. યુવાનોમાં વધી રહેલો સેલ્ફી લેવાનો ક્રેઝ ધીમે-ધીમે તેમના મોતનું કારણ બની રહ્યો છે.

 

(11:59 pm IST)
  • મની લોન્ડરીંગ કેસમાં વિજય માલ્યા વિરૂધ્ધ ઇડી ચાર્જશીટ દાખલ કરશે બેંકોનું હજારો કરોડનું ફુલેકું ફેરવનાર ભાગેડુ પર સકંજો કસાયો : માલ્યાએ એસબીઆઇની છ હજાર કરોડથી વધુની લોન પરત આપી નથી : માલ્યાના પ્રત્યાર્પણમાં મની લોન્ડરીંગ કેસ મદદરૂપ થશે access_time 3:36 pm IST

  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો મારો મુખ્ય એજન્ડા ;નીતીશકુમાર અડગ :અમે માંગ કરતા રહીશું ;બિહારના હિતમાં જે કાઈ કરવું પડે તે કરીશું પાછીપાની નહિ કરીએ :નિતી આયોગની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા માટે તર્ક રજૂ કર્યો હતો ;હજુ પણ માંગણી કરતો રહીશ access_time 1:16 am IST

  • પત્નીને દાઢી ઉગતી હોવાથી માંગ્યા તલ્લાક ;આવાજ પણ પુરુષો જેવો કહીને આપેલી અરજી અમદાવાદ ફેમિલી કોર્ટે ફગાવી :અરજીમાં કહેવાયું કે લગ્ન પહેલા મળ્યો ત્યારે બુરખો પહેર્યો હતો અને ચહેરો જોઈ શક્યો નહોતો :કારણ કે તે પરંપરા વિરુદ્ધ હતું :અરજીના જવાબમાં પત્નીએ કહ્યું કે હાર્મોનના કારણે કેટલાક વાળ ઉગ્યા છે જે સારવાર દ્વારા હટાવી શકાય છે access_time 1:13 am IST