Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

‘‘મિસ ટીનએજ ઓન્‍ટારીઓ''નો તાજ ગુજરાતી યુવતિ રિધ્‍ધી દેસાઇના શિરેઃ ઓગસ્‍ટ માસમાં યોજાનારી ‘‘મિસ ટીનએજ કેનેડા''માં ઓન્‍ટારીઓનું પ્રતિનિધિત્‍વ કરશે

ઓન્‍ટારીઓઃ કેનેડામાં આગામી ઓગસ્‍ટ માસમાં યોજાનારી ‘‘મિસ ટીનએજ કેનેડા''ની સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરવા ઓન્‍ટારીઓમાં ‘‘મિસ ટીનએજ ઓન્‍ટારીઓ'' સ્‍પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં વડોદરાના વતની પરિવારની રિધ્‍ધી દેસાઇ વિજેતા બની હતી.

ટોરન્‍ટો પાસે આવેલા ન્‍યુ માર્કેટ શહેરમાં યોજાયેલી આ સ્‍પર્ધામાં કુલ ૩૦ ટીનએજ યુવતિઓએ ભાગ લીધો હતો. જેમની વચ્‍ચે વડોદરા નજીકના છોટા ઉદેપુરના સંખેડા જીલ્લાના શ્રી નિકેશ દેસાઇ તા શ્રીમતિ સાલ્‍વિકા દેસાઇની પુત્રીએ વિજેતાપદ મેળવી ગુજરાતનું નામ રોશ્ન કર્યુ છે.

૧૮ વર્ષીય રિધ્‍ધી ૧૨ સાયન્‍સ પાસ કરીને યુનિવર્સિટીમાં સાઇકોલોજીનો અભ્‍યાસ કરવા માંગે છે. તેને મોડેલિંગ,ડાન્‍સિંગ,તથા એકટીંગનો શોખ હોવાથી તેણે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. જેમાં પસંદ થયા બાદ તેને પ્રથમ રાઉન્‍ડની આ સ્‍પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી. તે હવે રાષ્‍ટ્રિય કક્ષાએ ઓન્‍ટારીઓનું પ્રતિનિધિત્‍વ કરશે.

(11:11 pm IST)