Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પેટ્રોલ-ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી નહીં ઘટે:પ્રમાણિકપણે ટેક્સ ભરો તો સરકારને આવક માટે ઇંધણ પર નિર્ભર ઓછું રહેવું પડે :જેટલી

પેટ્રોલ-ડિઝલ પર હાલ ભાવ ઘટાડવામાં આવશે તો ભવિષ્યમાં આર્થિક વ્યવસ્થામાં ખરાબ અસર થશે

નવી દિલ્હી :પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા સરકાર પર દબાણ વધ્યું છે ઇંધણના ભાવ વધતા લોકોને પણ સરકાર એક્સીયાઝ ઘટશે તેવી આશા હતી પરંતુ કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટશે નહીં. એટલે કે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે નહી.

 

 જેટલીએ કહ્યુ કે, હું નાગરિકોની વિનંતી કરુ છું કે, તેઓ પ્રમાણિકતપણે ટેક્સ ભરે. જેથી અને પેટ્રોલ અને ડિઝલમાંથી આવક મળે.જેટલીએ કહ્યુ કે, નોકરિયાત વર્ગ તેમનો ટેકસ ભરે છે પણ અન્ય લોકોએ પણ પ્રમાણિક્તા પૂર્વક ટેક્સ ભરવાની જરૂર છે. જો નાગરિકો ટેક્સ ભરશે તો દેશનો વિકાસ થશે. ભારતમાં હજુ લોકો ટેક્સ ભરવાનું ટાળે છે.

  જેટલીએ રાજકિય નેતાઓ અને નિષ્ણાંતોને અપીલ કરતા કહ્યુ કે, ટેક્સ ચોરી અટકાવવી જોઇએ. જો લોકો તેમનો ટેક્સ પ્રામાણિક્તા પૂર્વક ભરે તો સરકારને આવક માટે પેટ્રોલ અને ડિઝલ પર આશ્રિત ઓછુ રહેવુ પડે. જો પેટ્રોલ-ડિઝલ પર હાલ ભાવ ઘટાડવામાં આવશે તો ભવિષ્યમાં આર્થિક વ્યવસ્થામાં ખરાબ અસર થશે.

  કેન્દ્રિય મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, સરકારે દેશને આર્થિક રીતે મજબુત કરવામાં મહત્વનું કામ કર્યુ છે. રાજયોએ પણ પેટ્રોલ અને ડિઝલ પર ભાવ ઓછા કરવા જોઇએ. જેથી નાગરિકોને રાહત મળે.

વિરોધ પક્ષોએ દેશભરમાં પેટ્રોલ અને ડિઝલમાં સતત વધી રહેલા ભાવને લીધે મોદી સરકારને ઘેરી છે અને નાગરિકો પણ ભાવ વધારાથી પરેશાન છે પણ એવુ લાગી રહ્યુ છે કે, નરેન્દ્ર મોદી સરકાર નાગરિકોને મોંઘવારીમાંથી રાહત આપવાના મૂડમાં નથી.

(10:02 pm IST)