Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

હવે ગૂગલ જણાવશે કે દર્દી કેટલા દિવસ જીવશે :ટેક્નોલોજી બીમાર વ્યક્તિનું ક્યારે મોત થશે ? :તેની આપશે જાણકારી

દુનિયામાં અનેકવિધ ટેક્નોલોજીનો આવિષ્કાર થતો રહે છે અને કહેવાય છે કે દુનિયા ચમત્કારોથી ભરેલી છે.ત્યારે ગૂગલ એક એવી ટેક્નોલોજી લઇને આવી રહ્યું છે કે, જેનાથી જાણ થઇ શકાશે કે બીમાર વ્યક્તિનું મોત ક્યારે થશે. ગૂગલે મામલે સંશોધન કર્યું છે.

  શોધ માટે સ્તન કેન્સરથી પીડાતી મહિલાને શોધવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલાનું ડોક્ટરોની ટીમે રેડિયોલોજી સ્કેન કર્યું હતું. રિપોર્ટ જોઇને ડોક્ટરોએ જણાવ્યું હતું કે મહિલાનું મરવાનું જોખમ 9.3 ટકા છે. જ્યારે ગૂગલ એપને પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે, મહિલાનું મરવાનું જોખમ 19.9 ટકા છે. ત્યારબાદ થોડી દિવસોમાં મહિલાનું મોત થયું હતું.

  મહિલાના રિસર્ચ વિશે ગૂગલે જણાવ્યું હતું કે, એવી ટેકનોલોજી વિકસિત કરી રહ્યા છે જેનાથી લોકોના મોત સાથે સંકળાયેલી માહિતી મળી શકે. એપથી પણ જાણ શકાશે કે કોઇ વ્યક્તિ પાસે કેટલા ટકા જીવિત રહેવાની તક છે. એપની ખાસિયત પણ છે કે, બીમાર વ્યક્તિ ક્યાં સુધી હોસ્પિટલમાં રહેશે.

   સ્ટેન્ડફોર્ડ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર નિગમ શાહે જણાવ્યું હતું કે, મોડલ અંદાજીત છે પરંતુ આનું ચોક્કસ હોવા પર કામ કરી શકાય છે. ઉપરાંત ડોક્ટરો અનેક વર્ષોથી ઇલેક્ટ્રોનિક સ્વાસ્ર્થ રેકોર્ડ ઉપર રિસર્ચ કરી રહ્યા છે.

(10:01 pm IST)