Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભારત : દરેક ચોથો ભારતીય ઓનલાઈન ઠગાઈનો શિકાર

હાલમાં કરવામાં આવેલા નવા સર્વેમાં દાવોઃ ભારતમાં ડિજિટલ લેવડદેવડનું પ્રમાણ સતત વધ્યું છે

મુંબઈ, તા. ૧૮ : ભારતીય લોકો હવે ડિજિટલની દ્રષ્ટિએ વધુને વધુ સક્રિય થઇરહ્યા છે પરંતુ આની સાથે સાથે નાણાંકીય છેતરપિંડીનો ખતરો પણ વધી રહ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચારમાંથી એક ભારતીય ગ્રાહક ઓનલાઈન નાણાંકીય છેતરપિંડીનો શિકાર બને છે. વૈશ્વિક નાણાંકીય સૂચના કંપની એક્સ્પેરિયનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૪ ટકા ભારતીય ઓનલાઈન લેવડદેવડમાં સીધીરીતે છેતરપિંડીનો શિકાર થાય છે. દૂરસંચારના ક્ષેત્રને સૌથી વધારે ૫૭ ટકા ઓનલાઈન છેતરપિંડીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ બેંકિંગ ૫૪ ટકા, રિટેલર્સમાં ૪૬ ટકાને ઓનલાઈન છેતરપિંડીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ભારતીય બેંકોની સાથે ડેટા શેયર કરવાના મામલામાં વધારે સંતોષજનક સ્થિતિનો અનુભવ કરે છે. ૫૦ ટકા ભારતીયો બેંકોની સાથે ડેટા શેયર કરે છે. જ્યારે બ્રાન્ડેડ રિટેલર્સની સાથે ૩૦ ટકા લોકો ડેટા શેયર કરે છે. સરેરાશ ડિજિટલ લેવડદેવડ કરનાર ૬૫ ટકા લોકોએ મોબાઈલ મારફતે ચુકવણી કરવાનો વિકલ્પ પંસદ કર્યો છે. કારણ કે તેમને આ સુવિધા વધારે યોગ્ય લાગે છે. ભારતમાં માત્ર છ ટકા ગ્રાહક પોતાના શેયર કરવામાં આવેલા ડેટાને લઇને સુરક્ષાનો અનુભવ કરે છે. જાપાનમાં આ આંકડો સૌથી વધારે ૮ ટકાનો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૫૧ ટકા ભારતીય જુદી જુદી સેવાઓ માટે ખાનગી ડેટાને શેયર કરવામાં ખચકાટ અનુભવ કરે છે. રિપોર્ટ મુજબ ઇલેક્ટ્રોનિક્સ અને યાત્રા માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોના ડેટા બનાવે છે અને આના મારફતે લેવડદેવડ વધારે છે પરંતુ આનાથી ઓનલાઈન છેતરપિંડીનો ખતરો સૌથી વધારે રહે છે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં ભારતમાં ડિજિટલ ઉપયોગ સૌથી વધારે છે.

(9:40 pm IST)