Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્‍તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ દેશમાં ૨પ,૦૦૦ નવા પેટ્રોલપંપ ખોલશેઃ ગ્રામ્ય વિસ્‍તારોને અગ્રતા આપવામાં આવશે

નવી દિલ્હીઃ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ઇન્‍ડિયન ઓઇલ, હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ આગામી સમયમાં દેશભરમાં ૨પ,૦૦૦ નવા પેટ્રોલપંપ ખોલશે. જેમાં ગ્રામ્ય વિસ્‍તારોમાં વધુ મહત્વ આપવામાં આવશે.

પેટ્રોલ મિનિસ્ટ્રીએ પેટ્રોલ પંપ ડીલરોની નિમણૂક પર સરકારની નીતિ પણ રદ કરી દીધી હતી. તેમાંથી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ- ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમને પેટ્રોલ પંપ ખોલવા માટે તેના નિયમો બનાવવાની છૂટ મળશે.

મિનિસ્ટ્રીએ નવા પેટ્રોલ પંપ ડીલરોની નિમણૂક માટે અંતિમ મહિનામાં કંપનીઓને તેમની માર્ગદર્શિકા તૈયાર કરવા માટેની મંજૂરી આપી દીધી હતી. આ કંપનીઓએ સરકારને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ પર સરકારી નિયંત્રણ દૂર થયા બાદ ડિલરોની ડિરેક્ટરની નિમણૂક માટે સરકારની માર્ગદર્શિકાની જરૂર નથી. આ કંપનીઓએ તેમની માર્ગદર્શિકાઓ તૈયાર કરી લીધી છે અને આ મુજબ નવા ડીલરની પસંદગી કરવામાં આવશે.

આ ત્રણ કંપનીઓ એક મહિનામાં જાહેરાત કરી 25,000 સ્થળોએ પેટ્રોલ પંપ ખોલવા માટે અરજી કરશે. જેમા સૌથી વધુ પેટ્રોલ પંપ ગ્રામ્ય વિસ્તારોમાં હશે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓ હાલમાં લગભગ 57,000 અને ખાનગી કંપનીઓ લગભગ 6,000 પેટ્રોલ પંપ ચલાવે છે.

તે નક્કી નથી કે જાહેરાતમાં આપેલા તમામ સ્થાનો માટે અરજી મળે અને ત્યાં પેટ્રોલ પંપ ખુલશે. પરંતુ તેમાં સફળતાનો દર 50 ટકા રહેવા પર પણ ફુયૂલ રિટેલિંગ વ્યવસાયોમાં હજારો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટેમેન્ટ થશે, હજારો લોકોને રોજગાર મળશે અને ફુયૂલ રિટેલિંગમાં સરકારી કંપનીઓનો દબદબો વધશે. નવા પેટ્રોલ પંપ ખુલવાથી સપ્લાયર્સ, ટ્રાન્સપોટર્સ અને ટેન્કર મેન્યુફેક્ચરર્સનો વ્યવસાય પણ વધશે.

(6:30 pm IST)