Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લડશેઃ માયાવતી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લડશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન નહીં કરવામાં આવે તેવી જાહેરાત બસપા દ્વારા કરવામાં આવી છે.

બસપાએ એ વાતનો ઇન્કાર કર્યો છે કે, તેઓ કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા કરી રહ્યા છે. આ બાબતે તેમણે તેમનું વલણ સ્પષ્ટ કર્યુ છે અને જાહેર કર્યુ છે કે, મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અને કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન નહી કરે.

બસપાના એક સિનીયર નેતાએ જણાવ્યુ કે, અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે બસપા 230 વિધાનસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખશે.

મધ્યપ્રદેશનાં બસપાના પ્રમુખ નર્મદા પ્રસાદ અહીરવારે મિડીયાને જણાવ્યુ કે, મિડીયાના લોકો દ્વારા એવી જાણકારી મળી છે કે, કોંગ્રેસના નેતાઓ એવુ કહે છે કે તેઓ બસપા સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. પણ હું આ વિશે ચોખવટ કરવા માંગુ છે કે અમે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી બાબતે કોઇ પણ પ્રકારના ગઠબંધનની વાત કરી રહ્યા નથી.

મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા ઘણી વખત એવા નિવેદનો કરવામાં આવ્યા હતા કે, બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી સાથે લડશે અને હાલની ભાજપની સરકારને હરાવશે. જો કે, માયાવતીના નેતૃત્વવાળી બસપાએ આ વાતનો છેદ ઉડાદી દીધો છે. મધ્યપ્રદેશની ચૂંટણી મામલે આ એક મહત્વનું ડેવલમેન્ટ છે. કેમ કે, કોંગ્રેસને એમ છે કે, ભાજપ વિરોધી પક્ષો એકઠા મળી તેને પછાડશે પણ હવે તેને આ મુદ્દે બીજી રણનિતી અપનાવવી પડશે.

(6:29 pm IST)