Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

યુવાનો પ્રાચીન કથાને વાંચવાના બદલે સાંભળે તે જરૂરી : પૂ. મોરારીબાપુ

તામિલનાડુના મદુરાઇમાં માનસ મીનાક્ષી શ્રી રામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા. ૧૮ : 'યુવાનો પ્રાચીન કથાને વાંચવાના બદલે સાંભળે તે જરૂરી છે.' તેમ પૂ. મોરારીબાપુએ તામિલનાડુના મદુરાઇમાં આયોજીત 'માનસ મીનાક્ષી' ત્રીજા દિવસે જણાવ્યું હતું

પૂ. મોરારીબાપુએ ગઇકાલે બીજા દિવસે કહ્યું કે, આંખો ભીની રહે એ ખૂબ જરૂરી છે.  આંસુ ન આવે તો હરિ પાસે દુઃખ માંગો... દરેક પિતામાં માતૃભાવ હોય છે. ઓશો પણ કહેતા કે, પુરૂષમાં જો સ્ત્રૈણપણાની માત્રા ન હોય તો પુરૂષ ગાઇ ન શકે! આપણી તમામ લલિત કલાઓ એ લલિત અંબની દેન છે. પ્રત્યેક પિતાની અંદર, પુરૂષની અંદર માત્રાભેદે સ્ત્રૈણભાવ હોય છે. કૃષ્ણમાં રાધા સમાયેલી છે.

પૂ. મોરારીબાપુએ કાલે ફાધર્સ ડેની શુભકામના પાઠવી આપણે ત્યાં કોને - કોને પિતા કહ્યા છે., એ વિશે વાત કરતા જણાવ્યું કે ૧ પિતા-જે મુળ પિતા છે. ર. આપણા સસરાને પણ પિતા કહ્યા છે. ૩. ઋષિ-મુનિ-આચાર્ય એ પણ પિતાતુલ્ય છે. ૪. રાજા - રાષ્ટ્રનાયક એ પણ પિતા છે. હમણા જ સદ્ભાવના પર્વમાં એક વકતાએ જણાવ્યું કે, જયપ્રકાશ નારાયણ કહેતા કે, રાજનીતિ એ લોકનીતિથી-લોકશકિતથી અનુશાસિત થવી જોઇએ. પણ મારી તલગાજરડીયા દ્રષ્ટીએ એક ડગલું આગળ કહું તો રાજનીતિ એ શ્લોકશકિતના વશમાં પણ હોવી જોઇએ.(૮.૧ર)

(4:02 pm IST)