Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પોન્ડિચેરી એરપોર્ટ પર ઝેરી સાપ નીકળતા મચી અંધાધૂંધી

નવી દિલ્હી તા.૧૮ : શનિવારે પોન્ડિચેરી ના એરપોર્ટની વીઆઇપી લાઉન્જમાં એક ઝેરી સાપ જોવા મળતા પ્રવાસીઓમાં અંધાધૂધી મચી ગઇ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન ગુરૂપ્રસાદે મોહપાત્રાની કેટલાક ટોચના અધિકારીઓ સાથે મીટિંગ ચાલી રહી હતી ત્યારે તેમને અધવચ્ચે એક કાઉચ નીચે કશુંક સળવળતુ જોવા મળ્યું હતુ. નજીક જઇને જોયુ તો એ  છ ફુટ લાંબો સાપ હતો. બધાએ તરતજ એ જગ્યા ખાલી કરી દીધી એક મહિલા સ્ટાફે લાકડીથી સાપને હટાવીને બહાર કાઢવાની કોશીશ કરી અને એક પોલીસમેને પકડી લીધો હતો. સાપ પકડવા આવનારા વનવિભાગના અધિકારીઓનું કહેવુ હતુ કે આ વાઇપર પ્રજાતિનો આ ઝેરી સાપ હતો.

(1:52 pm IST)