Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

શ્રીરામ સેનાના પ્રમુખનું નિવેદન જો કર્ણાટકમાં કોઇ કૂતરાનું મૃત્યુ થાય તો શું તેના માટે મોદી જવાબદાર?

બેંગ્લુરૂ તા. ૧૮ : શ્રીરામ સેનાના મુખ્યા પ્રમોદ મુતાલિકે ગૌરી લંકેશ મર્ડર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુતાલિકએ કર્ણાટકમાં લંકેશ અને કલબુર્ગી મર્ડર સહિત મહારાષ્ટ્રમાં થેલી હત્યાઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસને કઠઘરામાં ઉભી કરી છે. આ પહેલાં પણ મુતાલિક વિવાદોમાં રહ્યાં છે.

પ્રમોદ મુતાલિકે કહ્યું કે કોંગ્રેસ શાસનમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે હત્યાઓ થઇ. કોઇએ કોંગ્રેસ સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યો નથી. તેની જગ્યાએ એ પ્રશ્ન પૂછી રહ્યાં છે કે ગૌરી લંકેશ હત્યાકાંડ પર પીએમ નરેન્દ્ર મોદી કેમ ચુપ છે અને કોઇ નિવેદન આપ્યું નથી. જો કર્ણાકટમાં કોઇ કતૂરાનું મોત થઇ જાય છે તો શું તેના માટે પણ પીએમ મોદી જવાબદાર છે?

જણાવી દઇએ કે પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગૌરી લંકેશ હત્યાકાંડની તપાસ કરી રહેલા એસઆઇટીનું કહેવું છે કે પરશુરામ વાઘમારેએ ગૌરી લંકેશની હત્યાને અંજામ આપ્યો હતો. પરશુરામ વાઘમારે ગૌરી લંકેશની હત્યાના સંબંધમાં ધરપકડ છ શંકાસ્પદમાંથી એક છે. એસઆઇટીના એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યું કે ગૌરી, ગોવિંદ પાનસરે અને એમએમ કલબુર્ગીને ગોળી મારવા માટે એક જ હથિયારનો ઉપયોગ કર્યો હતો. ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ બેંગલુરૂમાં ગૌરી લંકેશની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી.(૨૧.૧૫)

(1:04 pm IST)