Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અહેમદભાઈ પટેલનું લાજવાબ ટ્વીટ ઓએનજીસીનો જંગી કારોબાર છતાં ૩ વર્ષમાં હજારો કરોડનો નફો ઘટ્યો : રિલાયન્સ ઝળહળ્યુ!!

રાજકોટ, તા.૧૮ : શ્રીમતી સોનિયા ગાંધીના પોલીટીકલ એડવાઈઝર અને રાજયસભાના સભ્ય - કોંગ્રેસના મોટા ગજાના નેતા શ્રી અહેમદભાઈ પટેલે એક ટ્વીટ દ્વારા જમાવટ કરી, આંખ ખોલતી વિગતો આપી છે.

અહેમદભાઈએ પોતાના ટ્વીટમાં માત્ર એટલુ જ લખ્યુ છે કે ''ઓએનજીસી'' (જે જાહેર ક્ષેત્રના નવરત્નો માહેનું એક છે) કરતા ખાનગી ક્ષેત્રની કંપની શા માટે વધુ કાર્યક્ષમ અને નફો કરતા છે? આ માટે સરકાર જવાબદારી ફીક્ષ કરશે ખરા? (@ahmedpatel) આ ટ્વીટના જવાબમાં કોઈ @dipanshu2005 એ જે ટ્વીટ કરેલ છે અને જે ફોટા મૂકયા છે તે લાજવાબ છે. જરૂર જોવા જેવા - સમજવા જેવા છે.

કર ભર્યા પછીનો નફો - કરોડમાં

                   ૨૦૧૩-૧૪     ૨૦૧૭-૧૮

ઓએનજીસી -     રૂ.૨૨,૦૯૪     રૂ.૧૯,૯૪૫

રિલાયન્સ ઈન્ઙ -  રૂ.૨૨,૦૯૩     રૂ.૩૬,૦૭૫.

(1:04 pm IST)