Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રંગીન મિજાજી પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવા પત્નીએ આપી સોપારી

ગુંડાઓએ કરી નાખી હત્યા

જબલપુર, તા. ૧૮ :. મધ્ય પ્રદેશના જબલપુરમાં ૧૨ જૂને સ્ટેટ હેલ્થ ડીપાર્ટમેન્ટના ડે. ડાયરેકટર ડો. શફતુલ્લા ખાનની હત્યામાં નવો ખુલાસો થયો છે. એસ.પી. શશીકાંત શુકલાના કહેવા મુજબ ડોકટરની હત્યાનું ષડયંત્ર તેની પત્ની આયશાએ ચાર લોકો સાથે મળી ઘડયું હતું.

પત્નીએ આરોપ મુકયો હતો કે મારો પતિ રંગીન મિજાજી છે અને અનેક યુવતીઓ સાથે તેને સંબંધ છે તેથી તે તેના પતિનો પ્રાઈવેટ પાર્ટ જ કાપવા ઈચ્છતી હતી પણ આ માટે તેણે જેને સોપારી આપી હતી તે ૪ લોકોએ ડોકટર (પતિ)ની હત્યા નાખી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આયશાએ આ ઘટનાને અંજામ આપવા માટે પોતાની ભત્રીજી નંદીની વિશ્વકર્મા પાસે પ્રોફેશ્નલ કિલરની મદદ માંગી હતી. આ માટે તેણે નંદીનીને ૫ લાખ આપવા વચન પણ આપ્યું હતું.

હવે આયશા, નંદીની અને એક કીલર પોલીસ કસ્ટડીમાં છે જ્યારે બેની શોધખોળ ચાલુ છે.(૨-૩)

 

(11:39 am IST)