Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ગુરૂવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : અનેક દેશોમાં ઉજવણીનો પ્રારંભ

અમેરિકા - દક્ષિણ આફ્રીકા - વિયેટનામ - ચીન - ફ્રાન્સમાં લોકોએ એકત્ર થઇ પ્રાણાયમ - સૂર્યનમસ્કાર સહિતના યોગાસનો કર્યા

વોશિંગ્ટન તા. ૧૮ : વિશ્વભરના દેશોમાં ૨૧મી જૂને યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. અમેરિકા, દ.આફ્રિકા, વિયેટનામ, ચીન, અને ફ્રાન્સમાં યોગ માટે ઉત્સુક એવા હજારો લોકોએ યોગની શરૂઆત કરી હતી.

અમેરિકાના ન્યૂયોર્કમાં ગવર્નર્સ આઈલેન્ડ અને મેનહટન સ્કાયલાઇનમાં ભારતીય દૂતાવાસે યોજેલા યોગ દિનની ઉજવણી શરૂ થઈ હતી. તેમાં સેંકડો લોકો જોડાયા હતા. ગઈકાલે પણ ભારતીય દૂતાવાસ ખાતે બે કલાકના યોગ અભ્યાસ માટે સેંકડો અમેરિકનો ઉમટી પડયા હતા.

વિવિધ દેશોમાં દરેક વર્ગના લોકોએ પરિવાર સહિત સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને વિવિધ પ્રકારના આસનો કર્યા હતા. બાળકોએ કરેલા મલ્લખંભ ધ્યાનાકર્ષક બન્યા હતા. અમેરિકાના વોશિંગ્ટનમાં કેપિટલ હિલ ખાતે ભારતીય યોગગુરૂના સાનિધ્યમાં સેંકડો લોકોએ યોગાભ્યાસ શરૂ કર્યો હતો.

અમેરિકી મહિલા સાંસદ કેરોલીન મેલીનીએ જણાવ્યું હતું કે યોગ એ વ્યકિતના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઉપાય છે. યોગથી તનાવ પણ ઘટે છે તેમ તેમણે ઉમેર્યું હતું. અમેરિકામાં યોગ અભ્યાસ કરનારાઓની સંખ્યા ઉત્ત્।રોત્ત્।ર વધી રહી છે તેમ જણાવી ભારતના રાજદૂત સંદિપ ચક્રવર્તીએ ઉમેર્યું હતું કે બે દેશો વચ્ચે સંબંધો મજબૂત બનાવવામાં યોગ જેવો ઉત્તમ માર્ગ બીજો નથી.(૨૧.૧૧)

(11:33 am IST)