Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ભય્યુજી મહારાજ કંઇ સંત નહોતા, ગૃહસ્થ બાબા હતા

અખિલ ભારતીય અખાડા પરિષદ કહે છે કે પરણેલી વ્યકિતને સંત ગણી ન શકાય

નવી દિલ્હી, તા.૧૮: સાધુ-સંન્યાસીઓના ૧૩ મુખ્ય અખાડાની ટોચની સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે ગૃહસ્થ સંતોની નવી પરંપરા પ્રત્યે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે અમે ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રની વિવાહિત પ્રતિભાઓને સંતનો દરજજો આપતા નથી. ભકતોમાં રાષ્ટ્રસંત તરીકે જાણીતા ભય્યુજી મહારાજે આપઘાત કર્યા પછી સંતોની ભૂમિકા વિશે ચાલતા વિવાદ વચ્ચે અખાડા પરિષદનું બયાન મહત્વપૂર્ણ મનાય છે.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગિરિએ જણાવ્યું હતું કે 'ભય્યુજી મહારાજના મુત્યુથી અમને દુઃખ થયું છે. તેઓ સન્માનિત વ્યકિત હતા, પરંતું અમારું સ્પષ્ટ માનવું છે. કે ધર્મ- અધ્યાત્મ ક્ષેત્રની વિવાહિત વ્યકિતઓને સંત કહી ન શકાય. અમે ગૃહસ્થ સંત જેવી કોઇ શ્રેણીમાં માનતા નથીે અમે ઘણી વખત ગૃહસ્થ સંત શબ્દોના વપરાશ સામે વિરોધ પણ કર્યો છે.'

પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગિરિએ જણાવ્યું હતું કે 'આપણા સમાજમાં સંત અને ગૃહસ્થ બે જુદા પ્રકારની વ્યકિતઓ છે. બન્નેની વ્યાખ્યાઓ વિરોધાભાસી છે. ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્રની વ્યકિતઓએ નકકી કરવું જોઇએ કે તેઓ સંતત્વ ઇધ્છે છે કે ગૃહસ્થ જીવન ઇચ્છે છે. તેમણે એકસાથે બે ઘોડા પર સવારી કરવી ન જોઇએ. જો એવું કરશે. તો સ્વાભાવિક રીતે જ કૌટુંબિક તંગદિલી અને દબાણોથી પરેશાન રહેશે. આજથી પચાસ વર્ષો પહેલાં ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રમાં ગૃહસ્થ સંતોને મહત્વ આપવામાં આવતું નહોતું, પરંતુ આજે પરિસ્થિત બદલાઇ ગઇ છે. લોકો હવે કથાવાચકો, ઉચિત નથી. સર્વસામાન્ય હિન્દુઓની આસ્થા ભગવાં વસ્ત્રો સાથે જોડાયેલી હોવાથી ઘણા ગૃહસ્થ કથાવાચકો પણ ભગવાં કપડાં પહેરીને પોતાને સંત જાહેર કરે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રમાં કોને માર્ગદર્શન માનવા એ પસંદગી સમાજે કરવાની છે, પરંતુ જે લોકો સંતત્વ અને ગૃહસ્થ જીવન બન્નેનો આનંદ એકસાથે માણતા હોય એ લોકો છેવટે અધોગતિ પ્રાપ્ત કરશે.'(૨૨.૪)

(11:30 am IST)