Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

હરિયાળી - પાણીનું પ્રમાણ ઘટયું : ઝારખંડ - રાજસ્થાન બાદ

ભારતમાં ત્રીજું સૌથી વધારે 'ઉજ્જડ' રાજ્ય છે ગુજરાત

નવી દિલ્હી તા. ૧૮ : ભારતમાં રણપ્રદેશ ધરાવતા વિસ્તારોમાં ગુજરાત ત્રીજા ક્રમાંકે આવે છે. પહેલા ક્રમાંકે ઝારખંડ અને બીજા પર રાજસ્થાન આવે છે. ગુજરાતના ૧.૯૬ કરોડ હેકટર્સ વિસ્તારમાંથી ૫૨ ટકા રણપ્રદેશ છે. ઝારખંડમાં ૬૮.૯૮ ટકા રણવિસ્તાર છે જયારે ગુજરાત અને રાજસ્થાનમાં ૬૨.૯૦ ટકા વિસ્તાર રણપ્રદેશ છે.

તાજેતરમાં જ સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) દ્વારા રીલિઝ કરવામાં આવેલા ડીઝર્ટીફિકેશન એન્ડ લેન્ડ ડિગ્રેડેશન એટલાસ ઓફ ઈન્ડિયા ૨૦૧૬ અનુસાર, ૨૦૦૩-૨૦૦૫ અને ૨૦૧૧-૨૦૧૩ દરમિયાન ઝારખંડમાં રણવિસ્તારમાં ૧.૦૧ ટકા વધારો થયો છે જયારે રાજસ્થાનમાં ૦.૨૯ ટકાનો ઘટાડો થયો છે.

Desertification એટલે કે ઉજ્જડ જમીન એવા વિસ્તારને કહેવામાં આવે છે, જયાં શુષ્ક જમીન વધારે હોય, પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય અને હરિયાળી તેમજ વાઈલ્ડાઈફમાં પણ ઘટાડો થયો હોય. એટલાસ અનુસાર પાછલા આઠ વર્ષમાં, પાણીને કારણે મહત્ત્।મ ધોવાણ થયું છે. ૧.૮૫ લાખ હેકટર જમીનમાંથી ૭૧૩૯૮ હેકટર જમીનનું ધોવાણ થયું છે.

વિશ્લેષણ અનુસાર, દેશના TGA (Total Geographic Area)માં ઉતરતા ક્રમમાં જોવા જઈએ તો સૌથી વધારે લેન્ડ ડિગ્રેડેશન રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઝારખંડ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને તેલંગણામાં થયું છે. કેરળ, અસમ, મિઝોરમ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને અરુણાચલ પ્રદેશ એવા રાજયો છે જયાં ૧૦ ટકાથી પણ ઓછા વિસ્તારમાં લેન્ડ ડિગ્રેડેશન જોવા મળ્યું છે.(૨૧.૬)

(9:58 am IST)