Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સમુદ્રમાં કચરો ઠાલવવામાં ચીનની યાંગત્જે મોખરે : ગંગા બીજા ક્રમે

સમુદ્રમાં 90 ટકા કચરો ઠાલવતી ટોચની 10 નદીઓમાં ચીનની ચાર

દુનિયાભરના સમુદ્રોમાં મળી રહેલા કચરા માટે દશ નદીઓ સૌથી વધુ જવાબદાર છે. જેમાં ચીનની યાંગ્ત્જે નદી પ્રથમ ક્રમાંકે છે. બીજા ક્રમાંકે ભારતની ગંગા નદી છે. લગભગ 90 ટકા કચરો આ દશ નદીમાંથી આવી આવે છે. ચીની યેલો ત્રીજી અને પર્લ નદી ચોથા ક્રમાંકે છે. રશિયા અને ચીનની અમર પાંચમી, ભારત અને પાકિસ્તાનમાં વહેતી સિંધુ છઠ્ઠી, ચીનની મિકાંગ સાતમી, ચીનની હૈહી આઠમા સ્થાને છે.

(12:00 am IST)