Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

રેલવેમાં હવે વેક્યુમ બાયો ટોયલેટ ઈસ્ટોલ કરાશે : ઓર્ડર આપી દીધો

નવી દિલ્હીઃ ટ્રેનમાં બાયો ટોઇલેટ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે ભારતીય રેલવે તેને અપગ્રેડ કરીને વેક્યુમ બાયો-ટોઇલેટ કરશે તેમ રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવા માટે બાયો ટોઇલેટ્સને અદ્યતન વર્શન સાથે રિપ્લેસ કરવાની યોજના રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની અનેક યોજનાઓમાંની એક છે.આ માટે 500 વેક્યુમ બાય ટોઇલેટનો ઓર્ડર આપી દેવાયો છે અને એક વખત આ પ્રયોગ સફળ થઇ જાય તે પછી હું ટ્રેઇનમાં 2.5 લાખ ટાઇલેટ્સને બદલવા માટે ખર્ચકરાશે  એમ ગોયલે જણાવ્યું હતું.

  31 મેના રોજ ટોઇલેટ દીઠ આશરે 1 લાખના ખર્ચે 37,411 કોચમાં 1,36,965 બાયો ટોઇલેટ્સ ફીટ કરવામાં આવ્યા છે. માર્ચ 2019 સુધીમાં 18,750 વધુ કોચમાં બાયો ટોઇલેટ ઇન્સ્ટોલ કરવાની યોજના છે, જ્યારે ભારતીય રેલવેના દરેક કોચમાં આ પ્રકારના ટોઇલેટ્સ ઇન્સ્ટોલ થઇ જશે ત્યારે તેનું કુલ ખર્ચ 250 કરોડનું થશે.

માર્ચ 2019 સુધીમા 100 ટકા બાયો ટોઇલેટ્સ હશે, જે મોટી સિદ્ધિ હશે. ટ્રેક્સને સાફ કરવામાં આવશે, દુર્ગંધ દૂર થશે અને રેલ રિન્યુઅલમાં ઘટાડો થશે એમ ગોયલે જણાવ્યું હતું. વેક્યુમ ટોઇલેટ્સ કે જેનું ખર્ચ યુનિટ દીઠ રૂ. 2.5 લાખનું થાય છે તે દુર્ગંધ મુક્ત હશે, તેમજ તેમાં પાણીના વપરાશમાં 1/20 ભાગ જેટલો ઘટાડો થશે અને તેમાં બ્લોક થવાની તકો પણ ઘટશે એમ તેમણે ઉમેર્યું હતું.

(12:00 am IST)