Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

હજુ ઘરની કિંમત ઓછી થશે : એક વર્ષની અંદર બિલ્ડર ફ્લેટ નહીં વેચે તો વેલ્યુના 10 ટકા ટેક્સ આપવો પડશે

બિલ્ડર્સ પર લગામ લગાવવા સરકારનો બીજો મોટો નિર્ણય

નવી દિલ્હી :ઘરના ઘરનું સ્વપ્નુ સાકાર કરવા સરકારનો વધુ એક નિર્ણંય 3મદદરૂપ થશે અને ઘરની કિંમત હજુ વધારે ઓછી થઈ શકે છે. સરકારે એપાર્ટમેંટના નિર્માણના એક વર્ષની અંદર તેને વેચવાનું બંધનકર્તા બનાવી દીધુ છે આ કાયદો હવે લાગૂ પણ કરી દેવામાં આવ્યો છે.
  નવા નિયમ અનુસાર, ઓક્યૂપેંસી સર્ટીફિકેટ (ઓસી) મળ્યાના એક વર્ષની અંદર બિલ્ડર જો ફ્લેટ ન વેંચે તો તેની કુલ વેલ્યૂના લગભગ 10 ટકા ટેક્સ તરીકે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવો પડશે. આના માટે ઈન્કમ ટેક્સના સેક્શન 22 અને સેક્શન 23માં ફેરફાર કરવામાં આવ્યો છે.

 રિયલ્ટી કન્સલ્ટંટ જેએલએલ ઈન્ડિયા અનુસાર, દેશમાં હાલના સમયમાં લગભગ 4.5 લાખ ફ્લેટ્સ અનસોલ્ડ છે. બિલ્ડરો માટે આ ફ્લેટ્સને વેંચવા હવે જરૂરી બની ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કારણોસર ફ્લેટની કિંમત હજુ ઓછી થઈ જશે..

 રિયલ એસ્ટેટ એક્સપર્ટ પ્રદિપ મિશ્રા અનુસાર, સરકારના આ નિર્ણયથી ભલે બિલ્ડર્સને મુશ્કેલી ઉભી થશે, પરંતુ ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે હવે ગમે તે ભોગે બિલ્ડર તૈયાર થઈ ગયેલ મકાન વેંચવા માંગશે.  રિયલ એસ્ટેટ એક્સપર્ટ પ્રદિપ મિશ્રા અનુસાર, સરકારના આ નિર્ણયથી ભલે બિલ્ડર્સને મુશ્કેલી ઉભી થશે, પરંતુ ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે હવે ગમે તે ભોગે બિલ્ડર તૈયાર થઈ ગયેલ મકાન વેંચવા માંગશે.

 કિંમતો ઓછી કરવાનો છે ઈરાદો - તે સ્પષ્ટ છે કે, સરકારના આ પગલા પાછળ તેનો ઉદ્દેશ્ય ફ્લેટની કિંમત ઓછી કરવાનો છે, જેથી એવા લોકોના ઘરના સપના પણ પુરા થઈ શકે, જે લોકો હજુ સુધી ઘર નથી ખરીદી શકતા. એકબાજુ બિલ્ડર ફ્લેટનો ભાવ સારો મળે તે માટે ધીમે ધીમે ફ્લેટનું વેચાણ કરતા હોય છે, અને બીજી તરફ ખરીદનાર કિંમત વધારે હોવાના કારણે ખરીદી નથી શકતા. જેથી હાલમાં અનસોલ્ડ ફ્લેટ્સની સંખ્યા વધતી જાય છે.

 ડેવલપર્સ પર કેટલો લાગશે ટેક્સ - જો બિલ્ડર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેંચે તો, તેણે તે ફ્લેટના રેંટલ વેલ્યૂનો લગભગ 30 ટકા ભાગ આપવો પડશે. જો વધુ સમય સુધી ફ્લેટ્સ ન વેચે તો કુલ કિંમતના 10 ટકા સુધી ટેક્સ જઈ શકે છે. મતલબ કે જો ફ્લેટ્સની કિંમત 1 કરોડ હોય તો બિલ્ડરે 10 લાખ ટેક્સ ચૂકવવો પડી શકે છે.  ડેવલપર્સ પર કેટલો લાગશે ટેક્સ - જો બિલ્ડર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેંચે તો, તેણે તે ફ્લેટના રેંટલ વેલ્યૂનો લગભગ 30 ટકા ભાગ આપવો પડશે. જો વધુ સમય સુધી ફ્લેટ્સ ન વેચે તો કુલ કિંમતના 10 ટકા સુધી ટેક્સ જઈ શકે છે. મતલબ કે જો ફ્લેટ્સની કિંમત 1 કરોડ હોય તો બિલ્ડરે 10 લાખ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

 સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે.  સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે.

 બજેટમાં હતો આ ટેક્સનો સંકેત - 2017ના બજેટમાં જ આ વાતનો સંકેત આપી દેવામાં આવ્યો હતો કે, જો કોઈ ફ્લેટ્સને એક વર્ષથી વધારે સમય હોલ્ડ પર રાખવામાં આવશે તો તેના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે.  બજેટમાં હતો આ ટેક્સનો સંકેત - 2017ના બજેટમાં જ આ વાતનો સંકેત આપી દેવામાં આવ્યો હતો કે, જો કોઈ ફ્લેટ્સને એક વર્ષથી વધારે સમય હોલ્ડ પર રાખવામાં આવશે તો તેના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે.

 લાંબા સમયે નકારાત્મક અસર પણ - એક્સપર્ટ પ્રદિપ મિશ્રાના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયના પગલે કોઈ શક નથી કે બિલ્ડર્સ ઉતાવળમાં પોતાના પ્રોજેક્ટનું વેચાણ કરવાનું શરૂ કરશે, પરંતુ બાદમાં તે લાંબુ વિચારીને જ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગશે, જેની અસર અગામી આવનાર પ્રોજેક્ટ પર રહેશે, બિલ્ડર લગભગ નવા પ્રોજેક્ટની કોસ્ટ પહેલા કરતા પણ વધારી શકે છે, જેથી ટેક્સ ભરવો પડે તો તેને મોટી અસર ન થાય.

(12:00 am IST)