Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી પાસે અડધો ડઝન પાસપોર્ટ : નવી એફઆરઆઇ નોંધવાની તૈયારી

બે પાસપોર્ટ થોડા સમય માટે એક્ટિવ : ચાર એક્ટિવ નથી : એક પાસપોર્ટ પર સંપૂર્ણ નામ છે

નવી દિલ્હી :પીએનબી કૌભાંડના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી મામલે તપાસ એજન્સીઓને મહત્વની જાણકારી મળી છે કે નિરવ મોદીની પાસે અડધો ડઝન જેટલા પાસપોર્ટ છે આ મામલે નવી એફઆઇઆર નોંધાવવાની તૈયારી કરાઈ રહી છે.

  ભારતીય એજન્સીઓને જાણ થઇ હતી કે નિરવ બેલ્જિયમમાં છે અને તેનો પાસપોર્ટ રદ્દ કરી દેવાયો.હતો  તેમ છતાં તેની યાત્રા ચાલુ રહી હતી ત્યારબાદ  મોદી પાસે છ પાસપોર્ટ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. જેમાંથી બે પાસપોર્ટ થોડા સમય માટે એક્ટીવ થયા હતા.

 સૂત્રોનું કહેવું છે કે બાકીના ચાર પાસપોર્ટ હાલમાં એકટીવ નથી. એક પાસપોર્ટ પર નીરવનું સંપૂર્ણ નામ છે જ્યારે કે અન્ય પાસપોર્ટ પર તેનું માત્ર પહેલુ નામ છે. જેના પર 40 મહિનાઓ માટે યુકેના વિઝા પણ આપવામાં આવ્યા છે. સવાલ તે છે કે નિરવ મોદીનો પાસપોર્ટ રદ્દ થયા છતાં પણ તે એક દેશથી બીજા દેશના ચક્કર કેવી રીતે કાપી રહ્યો છે.

(12:00 am IST)