Gujarati News

Gujarati News

News of Sunday, 17th June 2018

નાલંદા જિલ્લામાં સગીરા સાથે સામુહિક બળાત્કાર : ચાર આરોપીની ધરપકડ

ચારેય આરોપીઓએ 14 વર્ષની સગીરાને સુમસાન ઇમારતમાં લઇ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યુ

બિહારમાં ગયા બાદ હવે નાલંદા જિલ્લામાં સગીરા સાથે કથિત રીતે સામુહિક દુષ્કર્મ આચરાયું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 પોલીસે જણાવ્યું કે શનિવારે સાંજે જિલ્લાના સારમેરા પોલીસ મથક વિસ્તારના અહિયાપુર ગામમાં ચારેય આરોપીઓએ 14 વર્ષની સગીરા સાથે એક સુમસાન ઇમારતમાં કથિત રીતે સામુહિક દુષ્કર્મ આચર્યુ. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તમામની સામે એફઆઇઆર નોંધી લેવામાં આવી છે.

(1:10 am IST)