Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ડીએમઓ સ્તરના અધિકારીઓ પાસેથી રૃપિયા પેટે લાંચ લેતી હોવાની પૂજા સિંઘલની કબુલાત

ઈડી સામે એક પછી એક કારસ્તાન કબૂલતી આઈએસ : પૂછપરછ દરમિયાન પૂજાની ત્રણ વખત તબિયત બગડી, ખનન સચિવ સસ્પેન્ડ થયા હોવા છતાં એફઆઈઆર કેમ ન નોંધાઈ એવો હાઈકોર્ટનો વેધક સવાલ

નવી દિલ્હી, તા.૧૮ : આઈએએસ અધિકારી પૂજા સિંઘલની સામે બેસીને દુમકાના ડીએમઓ કૃષ્ણચંદ્ર કિસ્કૂ અને પાકુડના ડીએમઓ પ્રમોદ કુમાર સાહની પૂછપરછ કરવામાં આવી તો મોટા ખુલાસા થયા. પૂછપરછ દરમિયાન બંને અધિકારીઓએ દર મહિને મોટી રકમ પહોંચાડવાની જાણકારી આપી. આમની સામે બેસીને ઈડીના અધિકારીઓએ પૂજા સિંઘલની ચકાસણી કરાવવા ઈચ્છી કે ડીએમઓ જે બોલી રહ્યા છે તે સાચુ છે કે નહીં. ઈડીના સૂત્રો અનુસાર પૂછપરછમાં પૂજા સિંઘલ સ્વીકાર કર્યો કે તેમને દર મહિને ગેરકાયદેસર ખનન અને રેતીની ગેરકાયદે દાણચોરીથી રુપિયા મળતા હતા. ડીએમઓ સ્તરના અધિકારીઓ પાસેથી પણ રૃપિયા લેવાની વાત પૂજા સિંઘલે કબૂલી છે.

પૂછપરછ દરમિયાન મંગળવારે ત્રણ વખત પૂજા સિંઘલે તબિયત ખરાબ હોવાનુ જણાવ્યુ. જે બાદ ડોક્ટરોની ટીમને બોલાવવી પડી. ડોક્ટરોએ પૂજા સિંઘલને સ્વસ્થ જણાવ્યા છે, પરંતુ બીપી વધવા-ઘટવાનુ તપાસમાં સામે આવ્યુ છે.

હાઈકોર્ટમાં શેલ કંપનીઓના મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યુ કે આ મામલે ખનન સચિવ સસ્પેન્ડ થયા છે તો તેની પર એફઆઈઆર કેમ નોંધવામાં આવી નહીં. શુ કોર્ટે આ પ્રકારની એફઆઈઆર કરવા પર કોઈ રોક લગાવી છે.

સચિવ આ મામલે શંકાસ્પદ છે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આની પર સરકારનો પક્ષ રાખતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યુ કે જ્યારે આ મામલે કોઈ એફઆઈઆર નોંધી નહીં તો કયા આધારે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી શકે છે.

સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારના એડવોકેટને પૂછ્યુ કે જ્યારે મનરેગા કૌભાંડમાં આરોપી અધિકારી વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધી નહીં. તો આની સીબીઆઈ તપાસના આદેશ કેવી રીતે આપી શકાય. આની પર અરજદારના વકીલ રાજીવ કુમારે કોર્ટે જણાવ્યુ કે જનહિત સાથે જોડાયેલા મુદ્દા પર કોર્ટના તપાસના આદેશ આપી શકે છે. આ મામલો તત્કાલીન ડીસી પૂજા સિંઘલ સાથે સંબંધિત છે, જેઓ મનરેગા કૌભાંડના આરોપી હતા અને શેલ કંપનીઓનો મામલો સામે આવ્યો છે. આવી સ્થિતિમાં કોર્ટ સીબીઆઈ તપાસનો આદેશ આપી શકે છે.

(8:03 pm IST)