Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કેન્દ્રનો મોટો નિર્ણય :કપાસના ભાવ સંબંધિત મુદ્દાના ઉકેલ માટે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચના

દિગ્ગજ ઉદ્યોગપતિ સુરેશ કોટકને સોંપાયો ચેરમેનનો કાર્યભાર

નવી દિલ્હી :  કપાસ કપાવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને તેમને તેમના પાકના સારા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચના કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કાપડ મંત્રી પિયૂષ ગોયેલે આ વાતની જાહેરાત કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયા કાપડ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ પણ દૂર કરશે

કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની રચનાથી ફક્ત કાપડ ઉદ્યોગને જ નહીં પરંતુ ખેડૂતોને પણ ફાયદો થશે. ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળી રહેશે. તેમજ તેઓ તેમનો પાક ગમે ત્યાં વેચી શકશે

કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે ચાલુ સિઝનમાં કપાસ અને યાર્નના ભાવમાં જોવા મળેલા અભૂતપૂર્વ ભાવ વધારા અંગે ચર્ચા કરવા માટે કોટન વેલ્યુ ચેઇનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. કાપડ પ્રધાને "તમામ હિતધારકોને સ્પર્ધા અને સુપર નફાકારકતાને બદલે સહયોગની ભાવનાથી, સરકારને હસ્તક્ષેપ કરવા દબાણ કર્યા વિના, કપાસ અને યાર્નના ભાવનો મુદ્દો ઉકેલવા માટે સ્પષ્ટ અને જોરદાર સંદેશ આપ્યો હતો, કારણ કે તેની કપાસની મૂલ્ય સાંકળ પર લાંબા ગાળાની અસર પડી શકે છે", તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં ચાલુ સિઝનમાં જોવા મળેલા અભૂતપૂર્વ ભાવવધારાને પહોંચી વળવા માટે કપાસ અને યાર્નના ભાવમાં તાત્કાલિક ધોરણે નરમાઇ લાવવા માટે વિવિધ પ્રકારના અભિપ્રાયો અને સૂચનો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો, એમ ટેક્સટાઇલ મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રીએ કપાસના ખેડુતોની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે બિયારણની વધુ સારી ગુણવત્તાની ઉપલબ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પછાત અને આગળના એકીકરણમાં રોકાયેલા હોદ્દેદારોને તમામ શક્ય ટેકો આપવા ઉપરાંત કપાસના ખેડુતોની હેન્ડહોલ્ડિંગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કપાસના ખેડૂતો, વણકરો અને વણાટકામ કરતા લોકોના હિતોની રક્ષા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેવું કહેતા મંત્રી ગોયેલે વણાટ ઉદ્યોગને ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની માગની સક્રિય વિચારણા કરવાની ખાતરી આપી હતી

(8:02 pm IST)