Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

S&Pએ વૃદ્ધિની આગાહી પર કાતર ફેરવી

દેશના અર્થતંત્ર પર મોંઘવારીની અસર ! : વૈશ્વિક રેટિંગ એજન્‍સી S&P એ ભારતની વળદ્ધિનું અનુમાન અગાઉ ૭.૮ ટકાથી ઘટાડીને ૭.૩ ટકા કર્યું છેઃ ડિસેમ્‍બરમાં, એજન્‍સીએ ૨૦૨૨-૨૩ માટે ભારતના જીડીપી વળદ્ધિની આગાહી કરી હતી

નવી દિલ્‍હી, તા.૧૮: વધતી જતી મોંઘવારી અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતના જીડીપી પર થવાની શકયતા છે. તમામ રેટિંગ એજન્‍સીઓના જીડીપી વળદ્ધિના અંદાજો પણ આના સંકેત આપી રહ્યા છે. આ શ્રેણીમાં, વૈશ્વિક રેટિંગ એજન્‍સી S&P એ ભારતનો વિકાસ અનુમાન ૭.૮ ટકાથી ઘટાડીને ૭.૩ ટકા કર્યો છે.

હકીકતમાં, ગયા વર્ષે ડિસેમ્‍બરમાં, આ રેટિંગ એજન્‍સીએ ૨૦૨૨-૨૩ માટે ભારતની જીડીપી વળદ્ધિ ૭.૮ ટકા રહેવાનો અંદાજ મૂકયો હતો. હવે તે ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૨-૨૩)માં ઘટાડીને ૭.૩ ટકા કરવામાં આવી છે. તે જ સમયે, આગામી નાણાકીય વર્ષ માટે ૬.૫ ટકા વળદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્‍યો છે.

S&Pએ જણાવ્‍યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો ૬.૯ ટકા રહેવાની શકયતા છે. S&P અનુસાર, રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ લંબાય તેવી અપેક્ષા છે, જેના કારણે જોખમ વધી ગયું છે.

જેનો અંદાજઃ એપ્રિલમાં, વિશ્વ બેંકે ભારતના જીડીપીનું અનુમાન ૮.૭ ટકાથી ઘટાડીને ૮ ટકા કર્યું હતું, જ્‍યારે ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડે તેને ૯ ટકાથી ઘટાડીને ૮.૨ ટકા કર્યું હતું અને એશિયન ડેવલપમેન્‍ટ બેન્‍કે ૭.૫ ટકા વળદ્ધિની આગાહી કરી હતી. તે જ સમયે, રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) એ ગયા મહિને વળદ્ધિનું અનુમાન ૭.૮ ટકાથી ઘટાડીને ૭.૨ ટકા કર્યું હતું

(4:09 pm IST)