Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાજપ અને કરણી સેના આગેવાન સૂરજ પાલ અમ્મુ પર હુમલો : ગુરુગ્રામમાં એક શોક સભા દરમિયાન અમ્મુના મિત્ર પવન વર્માએ રિવોલ્વરના બટથી બીજેપી નેતાને માર્યા : FIR નોંધાઈ

ન્યુદિલ્હી : ગુરુગ્રામમાં એક શોક સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) અને કરણી સેનાના નેતા સૂરજ પાલ અમ્મુ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, અમ્મુના મિત્ર પવન વર્માએ ધર્મશાળામાં શોક સભા દરમિયાન સાંજે લગભગ 4.45 વાગ્યે રિવોલ્વરના બટથી બીજેપી નેતાને માર્યા હતા. અમ્મુએ પોતાની ફરિયાદમાં કહ્યું કે આરોપીઓએ તેની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીઓના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી છે.

સોહના સિટી પોલીસ સ્ટેશને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 323 (દુઃખ પહોંચાડવી) અને 506 (ગુનાહિત ધમકી) અને આર્મ્સ એક્ટની કલમ 25 (1B) (a) હેઠળ આ સંબંધમાં FIR નોંધી છે.

પોલીસનું કહેવું છે કે આ મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, સૂરજ પાલ અમ્મુએ થોડાં વર્ષ પહેલાં બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' સામે મોરચો ખોલ્યો હતો. ત્યારથી અમ્મુ લાઈમલાઈટમાં આવી ગયા હતા . ફિલ્મના વિરોધ દરમિયાન ગુરુગ્રામ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:42 pm IST)