Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પત્‍નિ આપતી હતી ધમકીઃ મને પૂરો પગાર આપો નહી તો હું જેલમાં પહોંચાડી દઈશઃ પતિની ફરિયાદ સાંભળીને આગ્રાના ન્‍યાયધીશે છૂટાછેડાનો આપ્‍યો આદેશ

જયપુર, તા.૧૮: પત્‍ની પતિ પાસેથી પૂરો પગાર માંગતી હતી. તે દરરોજ પતિ અને તેના પરિવારના સભ્‍યોને જેલ મોકલવાની ધમકી આપતી હતી. ઘણા પ્રયત્‍નો કર્યા પછી પણ પત્‍નીના વર્તનમાં પરિવાર્તન ન આવતા પતિએ તલાક માટે કોર્ટે અરજી દાખલ કરી દીધી. એડિશનલ ચીફ જસ્‍ટિસે પતિની અરજીને મંજૂરી આપતાં, લગ્ન તોડી નાખવા અને પત્‍નીને કાયમી નિર્વાહ તરીકે એક લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્‍યો.

જગદીશપુરાના રહેવાસી અમિતે હિન્‍દુ મેરેજ એક્‍ટની કલમ-૧૩ હેઠળ કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. જે મુજબ તેણે જૂન ૨૦૦૯માં ફિરોજાબાદ નિવાસી સુનીતા જસરાણા સાથે લગ્ન થયા હતા. પતિએ કહ્યું કે તે પત્‍નીની દરેક જરૂરિયાત પૂરી કરે છે. છતાં, તેની અને પરિવાર પ્રત્‍યે પત્‍નીનું વર્તન દુર્ભાવનાપૂર્ણ અને ક્રૂરતાથી ભરેલું છે. તે પતિને પુરો પગાર આપવા અને અલગ રહેવા માટે મજબુર કરતી હતી.

ફરિયાદીની પત્‍ની વારંવાર ખોટા કેસ અને અભદ્ર વર્તન કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપતી હતી. ફરિયાદીનો આરોપ છે કે ૨૦ જુલાઈ ૨૦૧૦માં પત્‍નીએ ખોટી રીતે તેના સામે આરોપો લગાવ્‍યા હતા જેના કારણે દહેજ ઉત્‍પીડન કેસમાં પતિને જલમાં જવુ પડ્‍યુ હતુ.

પત્‍નીએ પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં પતિએ પત્‍ની અને તેના સંબંધીઓ સામે છેતરપિંડી અને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે કેસની સુનાવણી માટે સંબંધીઓને બોલાવવાનો આદેશ આપ્‍યો હતો.

આ કેસમાં જેતપુરના રહેવાસી સુરેશે એડવોકેટ નીરજ પાઠક મારફત રજૂઆત કરી. સુરેશના કહેવા મુજબ, તે સરકારી વિભાગમાં કર્મચારી છે. વર્ષ ૨૦૦૪માં પત્‍નીના મળત્‍યુ બાદ તેણે તાજગંજની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને એક પુત્ર પણ છે. પતિનો આરોપ છે કે વર્ષ ૨૦૧૫-૧૭માં પત્‍નીનું કોઈ અન્‍ય સાથે અફેર હતું. વર્ષ ૨૦૧૯માં તે ઘરેણાં વગેરે લઈને જતી રહી હતી. છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરી લીધા. ફરીયાદીની અરજીના આધારે કોર્ટે આરોપીને સમન્‍સ પાઠવવા હુકમ કર્યો હતો.

(11:29 am IST)