Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ચીની વિમાન જાણી જોઇને ક્રેશ કરાવાયું હતુ

બ્‍લેક બોકસ ડેટાથી ખુલાસોઃ વિમાનમાં બેઠેલા ૧૩૨ મુસાફરોના મોત થયા હતા : વિમાનને જાણી જોઇને ઉંચાઇએથી નીચે લેવાયુ હતું: વિમાન ફકત ૨.૧૫ મિનિટમાં ૨૯૦૦૦ ફુટની ઉંચાઇએથી ૯૦૭૫ ફુટ પર લવાયુ હતુ

બીજીંગ, તા.૧૮: ચીનમાં આ વર્ષે થયેલા ભયાનક વિમાન અકસ્‍માતને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્‍લેક બોકસ ડેટાથી જણાયુ છે કે ચાઇના ઇસ્‍ટર્ન જેટ વિમાનને જાણી જોઇને ઉંચાઇથી નીચી લાવી ક્રેશ (તોડી) પડાયું હતું. વોલ સ્‍ટ્રીટ જર્નલના રીપોર્ટ અનુસાર કોકપીટમાં મોજુદ કોઇ શખ્‍સ જાણી જોઇને વિમાનને નીચે લાવ્‍યુ હતુ અને ક્રેશ કરાયુ હતું. વિમાન થોડી જ સેકન્‍ડોમાં ચકનાચુર થઇ ગયુ હતું. આ અકસ્‍માતમાં બધા યાત્રી મોતને ભેટયા હતા. વિમાન અકસ્‍માતની પ્રારંભિક તપાસમાં જણાવાયુ છે કે કાટમાળમાંથી મળેલા બ્‍લેક બોકસના ડેટાનું વિષ્‍લેષણ કરાયુ હતું.

માર્ચ મહિનામાં ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. ઈસ્‍ટર્ન એરલાઈન્‍સનું પ્‍લેન અહીં ક્રેશ થયું હતું. આ અકસ્‍માતમાં ૧૩૨ લોકોના મોત થયા હતા. હવે આ પ્‍લેન ક્રેશને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ્‍સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્‍લેનને છેલ્લી ઘડીએ જાણી જોઈને નીચે લાવવામાં આવ્‍યું હશે. આ દાવો યુએસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના -ારંભિક પરિણામોને ટાંકીને કરવામાં આવ્‍યો છે જેમણે પ્‍લેનના બ્‍લેક બોક્‍સમાંથી ડેટાનું વિશ્‍લેષણ કર્યું હતું.

 આ પ્‍લેન કાનમિંગથી ગુઆંગઝુ જઈ રહ્યું હતું. ત્‍યારબાદ આ પ્‍લેન વુઝોઉમાં ક્રેશ થયું હતું. વોલ સ્‍ટ્રીટ જનરલે એક અમેરિકી અધિકારીને ટાંકીને કહ્યું કે બ્‍લેક બોક્‍સમાં નોંધાયેલી માહિતી દર્શાવે છે કે કોકપીટમાં રહેલા વ્‍યક્‍તિને ઇનપુટ આપવામાં આવ્‍યા હતા, જેના કારણે આ પ્‍લેન ક્રેશ થયું હતું. આ મામલાની જાણકારી ધરાવતા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે કોકપિટમાં કોઈએ જે કરવાનું કહ્યું હતું તે પ્‍લેને કર્યું હતું.

ચાઇના ઇસ્‍ટર્ન ફ્‌લાઇટ MU5735 ગુઆંગઝુ પહોંચતા એક કલાક કરતાં પણ ઓછા સમયમાં ક્રેશ થયું હતું. આ પ્‍લેન ક્રેશનો વીડિયો પણ સામે આવ્‍યો છે. બોઇંગ ૭૩૭-૮૦૦ જેટ ક્રેશના બે મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ૨૯,૦૦૦ ફૂટથી નીચે ઉતરી ગયું હતું, ફ્‌લાઇટ ટ્રેકિંગ સેવા ફ્‌લાઇટરાડર દ્વારા રેકોર્ડ કરાયેલ ડેટા અનુસાર.

વોલ સ્‍ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, હવે જે માહિતી સામે આવી છે તે પ્રાથમિક હતી અને હવે આ મામલામાં જે વધુ માહિતી બહાર આવી શકે છે તેના પરથી સ્‍પષ્ટ થશે કે અકસ્‍માત સમયે શું થયું હતું.

આ પહેલા ૨૦ એપ્રિલે ચાઈના એવિએશન રેગ્‍યુલેટરે એક પ્રાથમિક રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે એરક્રાફ્‌ટમાં કોઈપણ પ્રકારની ખામી નથી. ક્રેશ થયું ત્‍યાં સુધી પ્‍લેન સામાન્‍ય સ્‍થિતિમાં હતું. જોકે, આ રિપોર્ટમાં એ નથી જણાવાયું કે પ્‍લેન કેવી રીતે ક્રેશ થયું.

વોલ સ્‍ટ્રીટ જનરલે તેના સૂત્રોને ટાંકીને જણાવ્‍યું હતું કે એવી પણ શકયતા છે કે પ્‍લેનમાં કોઈ અન્‍ય વ્‍યક્‍તિ કોકપિટમાં ઘૂસી ગઈ હતી અને ઈરાદાપૂર્વક ક્રેશ થયું હતું. એરક્રાફ્‌ટ હાઈજેકના અનેક મામલામાં ક્રેશની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ૯/૧૧ના આતંકી હુમલા વખતે. ૧૯૯૯ બાદ પાઈલટો દ્વારા ઈરાદાપૂર્વક પ્‍લેન ક્રેશની ઘટના બે વખત સામે આવી છે.

૧૯૯૯ માં, ઇજિપ્તએર ફ્‌લાઇટ ૯૯૦ ના કોકપિટમાં પ્રથમ અધિકારીએ જ્‍યારે પ્‍લેનના કેપ્‍ટન આરામ કરવા ગયા ત્‍યારે ઓટોપાયલટ અને એન્‍જિન બંધ કરી દીધા. વિમાન એટલાન્‍ટિક મહાસાગરમાં ક્રેશ થયું હતું. આ અકસ્‍માતમાં ૨૧૭ લોકોના મોત થયા હતા. એ જ રીતે માર્ચ ૨૦૧૫માં જર્મનવિંગ ફ્‌લાઈટ ૯૫૨૫ના ફર્સ્‍ટ ઓફિસરે કેપ્‍ટનને કોકપિટની બહાર લોક કરી દીધો હતો અને પ્‍લેન ફ્રાન્‍સમાં પહાડોમાં ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્‍માતમાં ૧૫૦ લોકોના મોત થયા હતા.

(10:43 am IST)