Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ખાતર સબસિડી વધારીને 2500 રુપિયા કરાઈ: ખેડૂતોને 1350ના જુના ભાવે ખાતર મળતું રહેશે

ખેડૂતોને જુના ભાવે ખાતર મળતું રહેશે :એક ડીએપીની એક થેલી દીઠ 1350 ચુકવવા પડશે.

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે ખાતર સબસિડી 512 રુપિયાથી વધારીને 2500 રપિયા કરી છે. આ રીતે એક વર્ષમાં સરકારે ખાતર સબિસીડીમાં 2000 રુપિયાનો વધારો કર્યો છે. ખેડૂતોને જુના ભાવે ખાતર મળતું રહેશે અને તેમણે એક ડીએપીની એક થેલી દીઠ 1350 ચુકવવા પડશે.  ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી

 . મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબ્સિડી નહીં વધારે તો ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલમાં સરકાર ખેડૂતોને મોંઘુ ખાતર ખરીદવાનું રાજકીય રિસ્ક લેવા માગતી નથી.

(10:58 pm IST)