Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ઇઝરાયલની આર્મીમાં 50 ટકા મહિલા : ૩૧ લાખના લશ્કરમાં 15 લાખથી વધુ મહિલા સૈનિકો

હાયર સેકન્ડરીનો સ્ટડી પૂર્ણ થતા યુવકોએ ૪ વર્ષ અને યુવતીએ ૩ વર્ષ ફરજિયાત મિલિટરી સર્વિસ જોઇન કરવી પડે

જેરુસલામ :અરબ દેશો સાથે યુદ્વો અને દુશ્મનાવટનો ઇતિહાસ ધરાવતા ઇઝરાયેલ દેશની આર્મીમાં ૫૦ ટકા મહિલાઓ છે. જે દુનિયાના કોઇ પણ દેશના લશ્કરમાં જોવા મળતી સૌથી વધુ સંખ્યા છે. ઇઝરાયેલે ૧૯૪૮માં આરબ ઇઝરાયેલ વચ્ચે થયેલા વૉરમાં પ્રથમ વાર ૨૦ હજાર મહિલા સૈનિકોને મેદાનમાં ઉતારી હતી.એ સમયે ઇઝરાયેલી મહિલાઓ હિંમતપૂર્વક લડી તેની દુનિયાએ નોંધ લીધી હતી.આજે કુલ ૩૧ લાખની આર્મીમાં ૧૬ લાખ પુરુષો અને ૧૫.૧૪ લાખ મહિલાઓ છે.આ દેશમાં હાયર સેકન્ડરીનો સ્ટડી પુરો થયા પછી યુવકોએ ૪ વર્ષ અને યુવતીએ ૩ વર્ષ ફરજિયાત મિલિટરી સર્વિસ જોઇન કરવી પડે છે. મહિલાઓ માટે લશ્કરી તાલીમ પુરુષો જેટલી જ હાર્ડ હોય છે.

ઘાતક શસ્ત્રોથી લેસ મહિલા સૈનિકો કોઇ પણ પ્રકારના ટેરરિસ્ટ હુમલાને એકલા હાથે પહોંચી વડે તેવી સક્ષમ બનાવવામાં આવી છે.ઇઝરાયલના પગલે આરબ સહિત દુનિયામાં અનેક દેશોએ આર્મીમાં મહિલાઓની ભર્તી કરી છે.

ઇઝરાયેલમાં દરેકના ઘરે ઘાતક હથિયારો હોય છે.જેમાં મહિલાઓ પણ હથીયાર લટકાવીને બહાર નિકળી શકે છે. એક સમયે મહિલાઓની માત્ર ભૂમિદળમાં જ સેવાઓ લેવામાં આવતી હતી.

આજે મહિલાઓ એરફોર્સ સહિત લશ્કરના અનેક વિભાગોમાં મહત્વના પદ પર સેવા આપે છે. આ માટે એરોનોટિકલ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ એલિસ મિલર જેવી અનેક મહિલાએ સંઘર્ષ પણ કર્યો હતો. ઇઝરાયેલની વાયુસેના દુનિયાની ચોથા નંબરની શકિતશાળી સેના છે. ઇઝરાયેલ આખો દેશ એન્ટીબેલાસ્ટિક મિસાઇલથી સજજ છે. ઇઝરાયેલ વિશ્વમાં પોતાના જીડીપીનો સૌથી વધુ ખર્ચ ડિફેન્સ માટે કરે છે. ઇઝરાયલનો દરેક નાગરિક પણ હથિયાર ચલાવવાનું જાણે છે.

(11:48 pm IST)
  • અમદાવાદમાં બે કલાકથી ભારે વરસાદ : ટ્રાફીક જામ : આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે અમદાવાદમાં ભારે થી અતિભારે વરસાદ પડી રહ્ના છે : છેલ્લી બે કલાકથી વરસાદ ચાલુ છેઃ વાવાઝોડુ ‘તૌકતે’ અત્યારે અમદાવાદ પંથકમાંથી પસાર થઈ રહ્ના છે : રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ચાંગોદર પાસે ૦ા-૦ા ફૂટ પાણી ભરાયા : જબ્બર ટ્રાફીક જામ access_time 3:17 pm IST

  • પોરબંદરમાં આજે 17 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયા હોવાનું જાણવા મળે છે access_time 9:21 pm IST

  • સુરતમાં વાવાઝોડાના પવને ૨૯ વૃક્ષોનો કડુસલો બોલાવ્યો : સુરતમાં તૌકતે વાવાઝોડાની અસરરૂપે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતા સવાર સુધીમાં ૨૯ ઝાડ તૂટી પડવાનાં બનાવો બન્યા છેઃ અઠવા ઝોનમાં ૬ સ્થળોઍ; રાંદેર ઝોનમાં ૮ સ્થળોઍ; વરાછા ઝોન-ઍ માં ૨ સ્થળોઍ; કતારગામ ઝોનમાં ૨ સ્થળે; સેન્ટ્રલ ઝોનમાં ૭ સ્થળોઍ; લિંબાયત ઝોનમાં ૨ સ્થળોઍ; ઉધના ઝોનમાં ૨ સ્થળોઍ વૃક્ષો ધરાશયી થયા. ઝાડ કાપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ ; વૃક્ષો નીચે દબાયેલ વાહનોને બહાર કાઢવામાં આવ્યા : કોઈ જાનહાની નથી. access_time 12:47 pm IST