Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પશ્ચિમ રેલવેએ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ચક્રવાત તાઉતે દરમિયાન ચલાવી બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો

ઉત્તર પ્રદેશ, હરિયાણા અને આંધ્ર પ્રદેશને લિકવિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરાયો

અમદાવાદ ; એકબાજુ જ્યારે ચક્રવાત તાઉતે તેની અસર બતાવી રહ્યું છે ત્યાં પશ્ચિમ રેલવે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેની કર્તવ્યનિષ્ઠાનું પરિચય આપતા દેશમાં લિકવિડ મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું અવિરત પરિવહન કરવાનું ચાલુ રાખ્યું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે માહિતી આપી હતી કે ચક્રવાત તાઉતેના પ્રચંડ વિનાશ વચ્ચે અમે દેશમાં લિકવિડ મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને સુનિશ્ચિત કરતા આજે પણ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલ સાઇડિંગ થી ઓખલા (દિલ્હી) માટે પાંચ લિકવિડ મેડિકલ ઓક્સિજન ટેન્કરથી લોડેડ ટ્રેન તથા આંધ્ર પ્રદેશના ગુંટુર માટે ચાર લિકવિડ મેડિકલ ઓક્સિજન ટેન્કરથી લોડેડ ટ્રેન ચલાવવામાં આવી જે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને આંધ્ર પ્રદેશને લિકવિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરશે. ઓક્સિજન એક્સપ્રેસમાં કુલ 168.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

 ઠાકુર ના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં તેની 36 ઓક્સિજન ટ્રેનો દ્વારા 3225.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું સપ્લાય સુનિશ્ચિત કર્યું છે.

(11:12 pm IST)
  • ગુજરાતમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદ ની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડબાય હોવાને અનુલક્ષી ને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ ની કામગીરી આવતીકાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે : આ કામગીરી હવે તા. 20 મે 2021 ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે જણાવ્યું છે. access_time 7:24 pm IST

  • બંગાળની રાજનીતિમાં જબરો ગરમાવો : પશ્ચિમ બંગાળના નારદા સ્ટિંગ કેસમાં CBI દ્વારા ધરપકડ કરાયેલા ચાર ટીએમસી નેતાઓની જામીન પર કલકત્તા હાઇકોર્ટે મોડી સાંજે રોક લગાવીને સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 19 મેની તારીખ નક્કી કરી છે. access_time 11:28 pm IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST