Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લિવ-ઇન રિલેશનશિપ સામાજિક અને નૈતિક રીતે સ્વીકાર્ય નથી : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો : હકીકતમાં સુરક્ષા કરતા માન્યતા મેળવવાનો હેતુ હોવાનું મંતવ્ય

પંજાબ : પંજાબ એન્ડ  હરિયાણા હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક દંપતીને સુરક્ષા આપવાનો ઇન્કાર કર્યો છે.જેના કારણમાં જણાવ્યા મુજબ દંપતીનો હેતુ સુરક્ષા મેળવવા કરતા આ સંબંધને માન્યતા અપાવવાનો  હોય તેવું લાગે છે.

ગુલઝા કુમારી અને ગુરવિન્દર સિંઘ નામક દમ્પતી લિવ ઈન રિલેશનમાં રહેતા હતા.જેઓએ હાઇકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે તેમને તેઓના વાલી તરફથી જોખમ છે.જેથી સુરક્ષા મળવી જોઈએ. અને કહ્યું હતું કે તેઓ લિવ -ઇન રિલેશનશિપમાં છે અને લગ્ન કરવા માગે છે.

 સિંગલ જજ જસ્ટિસ એચ.એસ. મડાને દંપતીની  અરજી નામંજૂર કરી હતી .જેના કારણમાં જણાવ્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ સામાજિક અને નૈતિક રીતે સ્વીકાર્ય નથી . હકીકતમાં દંપતીનો હેતુ સુરક્ષા કરતા સંબંધને માન્યતા અપાવવાનો વધુ હોય તેમ જણાય છે.તેવું બી.એન્ડ બી.તરફથી જાણવા મળે છે.

(6:45 pm IST)