Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દિલ્હી સરકારે કોરોનાગ્રસ્તો અને ગરીબો માટે ૪ મોટી યોજનાની જાહેરાત કરી: ગરીબોને ૧૦ કિલો મફત અનાજ: નિરાધાર બાળકોને ૨૫ વર્ષ સુધી પેન્સન અને ભણવાનો ખર્ચ: કોરોનાના મૃતકોના પરિવારજનોને ૫૦ હજાર

નવિદિલ્હી: દિલ્હી સરકારે કોરોનાગરસ્તો અને ગરીબો માટે ૪ મોટી  યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. છે
કેજરીવાલે જાહેર કરેલ ચાર યોજનામાં ગરીબોને ૧૦ કિલો મફત અનાજ મળશે,
નિરાધાર બાળકોને ૨૫ વર્ષ સુધી પેન્સન અને ભણવાનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે,
કોરોનાના મૃતકોના પરિવારજનોને ૫૦ હજારની સહાય  અપાશે.
 કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી સરકાર રેશનકાર્ડ ધરાવતા કે ન ધરાવતા લોકોને પણ દર મહિને ૧૦ કિલો મફત અનાજ આપશે.
(૧) રેશનકાર્ડ ધરાવતા અથવા તો ન ધરાવતા લોકોને દર મહિને ૧૦ કિલો મફત અનાજ
(૨) દિલ્હીના ૭૨ લાખ રેશનકાર્ડ ધારકોને ચાલુ મહિનાથી મફત અનાજ, કેન્દ્ર તરફથી મળશે વધારાનું ૫ કિલો મફત અનાજ એ જુદું.
(3) જે પરિવારમાં કોઈનું કોરોનાથી મોત થયું હોય તેમને ૫૦,૦૦૦ ની સહાય તથા દર મહિને ૨૫૦૦ રુપિયાનું પેન્શન
(૪) એવા બાળકો કે જેમના માતાપિતાનું મોત થઈ ગયું હોય તેવા બાળકોને ૨૫ વર્ષ સુધી દર મહિને ૨૫૦૦ રુપિયાનું પેન્શન અપાશે. તે ઉપરાંત ભણવાનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

(6:08 pm IST)