Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

અગાઉ કોરોનાથી એકજ દિવસમાં પ૦ ડોકટરોના મોત થયા

IMA નો દાવોઃ બીજી લહેરમાં ર૪૪ ડોકટરો શિકાર થયા

નવી દિલ્હી તા. ૧૮: આઇએમએનો દાવો છે કે કોરોનાથી એક દિવસમાં તેના પ૦ ડોકટરોના મોત અગાઉ થઇ ચુકયા છે સંસ્થાનું કહેવું છે કે બીજી લહેરમાં ર૪૪ ડોકટર શીકાર થયા છે બિહારથી સૌથી વધુ ડોકટરોના મોતના અહેવાલ છે ત્યાં કુલ ૬૯ના મોત થયા છે. જયારે યુપીમાં ૩૪, દિલ્હીમાં ર૭ ડોકટરના મોત થયા છે.

સંસ્થાનું કહેવું છે કે તેમાં ફકત ૩ ટકાને જ વેકસીન મળી હતી. ભારત સરકારે છેલ્લા પાંચ મહિના વેકસીનનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. પરંતુ હજુ સુધી ફકત ૬૬ ટકા હેલ્થ વર્કરને જ રસી લગાવામાં આવી છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે. તેનાથી લોકોનો જીવ બચાવા માટે અડીખમ રહેવા પોતે મોતને ભેટયા છે સંસ્થાનું કહેવું છે કે તે ડોકટરોને વેકસીન આપવા માટે દરેક સંભવ પ્રયત્નો કરશે.

આઇએમએએ કોરોનાની સ્થિતિથી નીપટવા માટે યોગ્ય પગલા ભરવા અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. થોડા સમય પહેલા એક પત્ર દ્વારા આઇએમએ દેશભરના એક સાથે લોકડાઉનની વકાલત કરી હતી તેમાં આઇએમએ કહ્યું કે, કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે અલગ-અલગ ૯ રાજયોમાં લોકડાઉન લાગ્યાની જગ્યાએ કેન્દ્રને દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવી જોઇએ.

(3:54 pm IST)