Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કોવીડશીલ્ડ લીધા બાદ ૨૬ લોકો બ્લડ કલોટીંગના કેસ આવ્યા

કોવેકસીનથી કોઇ કેસ નથી આવ્યા

નવી દિલ્હી : દેશમાં રસીકરણ બાદ લોહીના ગઠ્ઠા બનવાના મામલાઓ ખુબજ ઓછા છે આ વાત કેન્દ્રીય સ્વાસ્થય-પરિવાર કલ્યાણ મંત્રાલયની એક પેનલની સોમવારે જાહેર રીપોર્ટમાં જણાવાયેલ.જે મુજબ કોવીશીલ્ડ લીધા બાદ દેશમાં અત્યાર સુધીમાં બ્લડ કલોટીંગના ૨૬ કેસ મળ્યા છે. કોવેકસીનને લઇને એવો એક પણ મામલો નથી મળ્યો. મંત્રાલયે કોવીશીલ્ડ લેનારને લઇને એડવાઇઝરી જાહેર કરી જણાવેલ કે ૨૦ દિવસમાં કોઇ તકલીફ થાય તો તુરંત રસીકરણ કેન્દ્રમાં જાવું.કેટલાક દેશોમાં એસ્ટ્રાજૈનેકા-ઓકસફર્ડ વેકસીન લીધા બાદ રકતસ્ત્રાવ અને ગઠ્ઠા જામવાના કેસ અંગે એલર્ટ જાહેર થયું છે. ભારતમાં રસી લાગ્યાના ૨૦ દિવસમાં આવા લક્ષણ દેખાતા સર્તક રહેવા અંગે ગાઇડલાઇન જાહેર કરાશે

(3:15 pm IST)