Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

અમદાવાદમાં બપોર બાદ વાવાઝોડાની અસરઃ સાંજ સુધીમાં તાઉતે નબળું પડી જશે

ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે : કાલથી વાવાઝોડાનું સંકટ દૂર થઈ જશે : ૨૪ કલાક અસર રહેશે : અમદાવાદમાં ધમધોકાર પડશેઃ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીની પત્રકાર પરિષદ

રાજકોટ : ગુજરાતમાં આગામી ૩ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ : હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની બપોરે જાહેરાત : સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે વાવાઝોડુ : ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ : અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના : અમદાવાદમાં બપોર પછી વાવાઝોડાની અસર વરતાવી શરૂ થશે : અમદાવાદમાં પવનની ગતિ પ્રતિ કલાકે  ૪૫ થી ૫૦ કિમીની રહેશે : આવતા ૨૪ કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે : આવતીકાલથી વાવાઝોડાનું સંકટ દૂર થઈ જશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યુ છે કે મોડી સાંજ સુધી વાવાઝોડુ ગતિ કરતુ રહેશે અને નબળુ પડી ગયુ છે. કોઈ મોટી જાનહાની નોંધાયેલી નથી. ૧૪૦૦ હોસ્પિટલમાંથી માત્ર ૧૬ હોસ્પિટલમાં પાવર ફેલ્યોર થયેલ જેમાંથી ૧૨ હોસ્પિટલને પુનઃ પાવર સપ્લાય આપવામાં આવેલ જયારે ૪ને જનરેટરથી પાવર સપ્લાયથી પાવર પૂરો પડાયેલ.

તેમણે કહ્યુ કે રાજયમાં ૧૯૬ રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે અને બંધ કરવા પડેલ, જેમાંથી ૪૨ ફરી શરૂ કરી દેવાયેલ. ૧૦૮૧ વીજ થાંભલા ઉખડી ગયા હતા. ૧૫૯ રસ્તાને નુકશાન થયુ છે. રાજયમાં ૩૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડયો છે. આ વાવાઝોડામાં ગારીયાધાર, વાપી અને રાજકોટમાં ૧-૧ મળી કુલ ૩ના મૃત્યુ થયાનું તેમણે કહેલ.

(3:00 pm IST)