Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તાઉ-તે વાવાઝોડાએ વાનખેડે સ્ટેડિયમમાં તબાહી મચાવી : સ્ટેડિયમના થયા બેહાલ

સ્ટેન્ડ અને સાઇટ સ્ક્રીન પડી ગયા: ટ્વિટર પર લોકોએ વાનખેડે સ્ટેડિયમના ફોટા શેર કર્યા

મુંબઈ :ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આ વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. આ વાવાઝોડાને કારણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમને ઘણું નુકસાન થયું હતું. વાવાઝોડાં તાઉ-તેને કારણે વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડ અને સાઇટ સ્ક્રીન પડી ગયા છે

  વાનખેડે સ્ટેડિયમમાં વાવાઝોડું તાઉ-તેથી સર્જાયેલા વિનાશના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાનખેડે સ્ટેડિયમની આવી હાલત જોઈને કોઇ વિશ્વાસ કરી શક્યા નહીં. ટ્વિટર પર લોકો વાનખેડે સ્ટેડિયમના ફોટા શેર કરીને સતત કમેન્ટ્સ કરી રહ્યા છે.ચક્રવાતી તોફાનની અસર મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળી હતી. મુંબઇમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.

(1:03 pm IST)