Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ડેટા ગ્રોથને અભૂતપૂર્વ વેગ આપવા માટેની બે નવી સબ-સી કેબલ સિસ્ટમ્સના કેન્દ્રમાં ભારત

જિયો દ્વારા સ્થપાઈ રહેલા IAX અને IEX પ્રોજેકટ્સ ડેટા ક્રાંતિની જરૂરિયાતો પૂરી કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૧૮: ભારતનો અગ્રણી ૪G અને મોબાઇલ બ્રોડબેન્ડ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) હાલ દરિયાના તળમાંથી પસાર થતી વિશ્વની સૌથી મોટી સબમરીન કેબલ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે અને મહત્વનું એ છે કે આ સિસ્ટમના કેન્દ્રસ્થાને ભારત પહેલીવાર બિરાજમાન છે. અનેક ચાવીરૂપ વૈશ્વિક ભાગીદારો અને વર્લ્ડ-કલાસ સબમરીન કેબલ સપ્લાયર સબકોમ સાથે મળી જિયો અત્યારે સમગ્ર દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલા ડેટાના ઉપયોગને વધુ વેગ આપવા માટે આવનારી પેઢીની બે કેબલ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.

ધ ઇન્ડિયા-એશિયા-એકસપ્રેસ (IAX) સિસ્ટમ ભારતને સિંગાપોર તથા પૂર્વના દેશો સાથે કનેકટ કરશે, જયારે ભારત-યુરોપ-એકસપ્રેસ (IEX) ભારતને મધ્ય પૂર્વ અને યુરોપ સહિતના પશ્ચિમી દેશો સાથે કનેકટ કરશે. આ સિસ્ટમ પરસ્પરની કનેકિટવિટીને સુગમ બનાવવાની સાથે સાથે વિશ્વના ટોચના ઇન્ટરએકસચેન્જ પોઇન્ટ્સ અને કન્ટેન્ટ હબ્સની સેવાઓને વૈશ્વિક બનાવશે. IAX અને IEX ભારતમાં અને ભારતમાંથી બહાર વ્યકિતગત અને વ્યવસાય આધારિત ગ્રાહકોને કન્ટેન્ટ એકસેસ કરવા અને કલાઉડ સર્વિસિઝ મેળવવાની ક્ષમતાઓને વધુ વિસ્તારશે.

ફાઇબર ઓપ્ટિક સબમરીન ટેલિકમ્યુનિકેશન્સના ઇતિહાસમાં પહેલીવાર, આંતરરાષ્ટ્રીય નેટવર્કના નકશા પર આ સિસ્ટમ્સ ભારતને કેન્દ્રસ્થાને રાખશે, વર્ષ ૨૦૧૬માં જિયોની સેવાઓ શરૂ થઈ ત્યારથી ડેટાના ઉપયોગમાં થયેલા અભૂતપૂર્વ વધારા અને વિકાસથી ભારતનું મહત્વ પણ વધ્યું છે.

ઉચ્ચ ક્ષમતા અને તેજ ગતિએ ડેટાનું આદાનપ્રદાન કરતી આ સિસ્ટમ્સ ૨૦૦Tbpsની ક્ષમતાઓ પૂરી પાડશે જે ૧૬,૦૦૦ કિલોમીટરમાં પથરાશે. ઓપન સિસ્ટમ ટેકનોલોજીના ઉપયોગ અને લેટેસ્ટ વેવલેન્થ સ્વીચ્ડ RoADM/બ્રાન્ચિંગ યુનિટ્સ વિવિધ લોકેશન્સ ઉપર રેપીડ અપગ્રેડ ડિપ્લોયમેન્ટ અને અભૂતપૂર્વ ફ્લેકિસબિલિટી આપશે.

'ડિજિટલ સેવાઓ અને ડેટાના ઉપયોગના મોરચે ભારતના અણધાર્યા વિકાસમાં જિયો મોખરે રહ્યું છે. વીડિયો સ્ટ્રીમિંગ, રિમોટ વર્કફોર્સ, 5G, IoT અને ભવિષ્યની સેવાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે જિયો ભારત કેન્દ્રિત IAX અને IEX સબસી સિસ્ટમ્સના કન્સ્ટ્રકશનમાં આગેવાની લઈ રહ્યું છે,' તેમ રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ, શ્રી મેથ્યુ ઉમ્મેને કહ્યું હતું. 'વૈશ્વિક મહામારીના ઓછાયા તળે આવી નિર્ણાયક પહેલ કરવી એ એક પડકાર છે, પરંતુ હાલ ચાલી રહેલી મહામારીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વધુ વેગ આપ્યો છે અને વ્યવસાયો તથા ગ્રાહકોને હાઇ-પર્ફોર્મન્સ ધરાવતી વૈશ્વિક કનેકિટવિટીનો વધુ બહેતર અનુભવ આપવો એ સમયની જરૂરિયાત છે.'

IAX સિસ્ટમ વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્ર એવા ભારતના મુંબઈ અને ચેન્નાઈને એશિયા પેસિફિકના મહત્વના બજારો જેવા કે થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોર સાથે એકસપ્રેસ સાથે કનેકટ કરશે. IEX સિસ્ટમ ભારતની કનેકિટવિટી ઇટાલી, સવોના અને મધ્ય-પૂર્વ તથા ઉત્ત્।ર અમેરિકા સુધી વિસ્તારશે. IAX અને IEX સબ-સી સિસ્ટમ્સ અવરોધ વિહિન કનેકિટવિટી પૂરી પાડવા ઉપરાંત રિલાયન્સ જિયો ગ્લોબલ ફાઇબર નેટવર્કની કનેકિટવિટીને એશિયા પેસિફિક અને યુરોપથી પણ આગળ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ તટ સુધી વિસ્તારશે. IAX વર્ષ ૨૦૨૩ના મધ્યભાગ સુધીમાં અને IEX વર્ષ ૨૦૨૪ની શરૂઆત સુધીમાં તૈયાર થઈ જાય તેવી ધારણા છે.

(12:39 pm IST)