Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુંબઇમાં દરીયાનું રૌદ્ર સ્‍વરૂપ

વાવાઝોડા તાઉ-તેને લીધે મરીન ડ્રાઇવ પર જબરદસ્‍ત ઊંચાં મોજાં ઊછળ્‍યાં હતાં. સાઇક્‍લોનને લીધે કોસ્‍ટલ રોડના કામને ભારે નુકસાન પહોંચ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું. દરિયાની અંદર અને દરિયાકિનારે કોસ્‍ટલ રોડ બનાવવા માટે લવાયેલો કેટલોક સામાન વેરવિખેર થઈ ગયો હતો.

 

(11:06 am IST)
  • તૌકતે ઇફેક્ટ : ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. access_time 1:40 am IST

  • બંગાળની રાજનીતિમાં જબરો ગરમાવો : પશ્ચિમ બંગાળના નારદા સ્ટિંગ કેસમાં CBI દ્વારા ધરપકડ કરાયેલા ચાર ટીએમસી નેતાઓની જામીન પર કલકત્તા હાઇકોર્ટે મોડી સાંજે રોક લગાવીને સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 19 મેની તારીખ નક્કી કરી છે. access_time 11:28 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ માં ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 187 અને ગ્રામ્યના 103 કેસ સાથે કુલ ફક્ત 290 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:49 pm IST