Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડુ સાંજે અમદાવાદમાં લેન્‍ડફોલ કરશે

સવારે રાજકોટમાંથી ‘‘તૌકતે''શાંતિથી પસાર થઈ ગયુઃ રાજુલા, અમરેલી, ખાંભામાં સૌથી વધુ ખાનાખરાબી : સવારે બોટાદથી આગળ વધી રાજકોટ થઈ બપોરે લીંબડી જઈ નબળુ પડી ગયુ છતાં આજ સાંજ સુધી સર્વત્ર અસર રહેશેઃ ગુજરાતના ૨૯ જીલ્લાના ૧૫૦ તાલુકામાં વરસેલો વરસાદઃ ઉમરગાંવ-૬ ઈંચ

રાજકોટ,તા.૧૮: વાવાઝોડુ ‘‘તૌકતે'' ગત મોડીરાતે ગુરાજતમાં એન્‍ટ્રી કરી લીધું છે. સૌરાષ્‍ટ્રના મોટાભાગના વિસ્‍તારોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. ઉમરગાવ ૬ ઈંચ અને ઉનામાં ૫ ઈંચ ખાબકયો છે. જયારે સૌથી વધુ ખાના ખરાબી રાજુલા, અમરેલી અને ખાંભામાં જોવા મળી છે.

મહેસુલ અગ્રસચિવ શ્રી પંકજકુમારના જણાવ્‍યા મુજબ વાવાઝોડું નબળુ પડી ગયું છે. પરંતુ સમગ્ર રાજયામાં આજે સાંજે સુધી તેની અસર રહેશે.

દરમિયાન વાવાઝોડુ રાજકોટમાંથી પસાર થઈ ગયું છે. આ લખાય છે. ત્‍યારે  સવારે ૯ વાગે બોટાદમાં સ્‍થિર છે. બાદ લીંબડી પહોંચશે. સાંજે ૪ વાગે અમદાવાદ લેન્‍ડફોલ કરશે.

૨૯ જિલ્લાના ૧૫૦ તાલુકામાં વરસાદ  પડયો છે. જેમાં સૌથી વધુ ઉમરગાવમાં ૬ ઈંચ અને ઉનામાં ૫ ઈંચ વરસાદ ખાબકયો છે.

ભારે વરસાદ અને પવનથી રાજુલા અમરેલી અને ખાંભામાં સૌથી વધુ ખાનાખરાબી સર્જાઈ છે. ૧૯૫ કિ.મી.ની  ઝડપે રાજુલામાં તોફાની પવન ફૂંકાયા હતા. અનેક ઘરોમાંથી બારીબારણા પણ ઉખડી ગયા હતા. રાજુલા, અમરેલી અને ખાંભામાં સૌથી વધુ ખાનાખરાબી જોવા મળી છે.

(11:05 am IST)