Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

૧૧ દિવસમાં ૨.૫૦ રૂપિયા સુધી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છેઃ સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી ભાવમાં વધારો

મુંબઇ, તા.૧૮: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરી ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલમાં ૨૪-૨૭ પૈસાનો વધારો કર્યો છે તો ડીઝલમાં ૨૭-૩૧ પૈસાનો વધારો કર્યો છે. અત્યારે દેશમાં દરેક જગ્યાએ કિંમતો ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહી છે. અનેક જગ્યાઓએ પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે. જેમાં ઈન્દોર, ભોપાલ, જયપુર સહિત અનેક જગ્યાઓનો સમાવેશ થઈ રહ્યો છે. 

 ચૂંટણી બાદથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પછી ૧૧ દિવસમાં ૨.૫૦ રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

 જો ડીઝલની વાત કરીએ તો આ સમયે ડીઝલના ભાવમાં ૧૧ દિવસમાં ૨.૭૮ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

 સોમવારે રાજધાનીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૨.૯૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૩.૫૧ રૂપિયાનો હતો. મુંબઈમાં ૯૯.૧૪ રૂપિયા અને ડીઝલ ૯૦,૭૧ રૂપિયા, કોલકત્તામાં પેટ્રોલ ૯૨.૯૨ રૂપિયા અને ડીઝલ ૮૬.૩૫ રૂપિયા રહ્યું હતું. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ ૯૪.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૮.૩૪ રૂપિયા રહી હતી.

(10:28 am IST)