Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મહામારીમાં ચૂંટણી મોંઘી પડી !

યુપીમાં ચૂંટણીની ડ્યુટીમાં લાગેલા ૧૬૨૧ શિક્ષકોના કોરોનાથી મોત

લખનૌ તા. ૧૮ : યુપી પંચાયત ચૂંટણીમાં ડ્યુટી દરમિયાન કોરોનાથી મોતને ભેટનાર શિક્ષકો તથા બીજા સરકારી કર્મચારીઓની સંખ્યા ૧૬૨૧ થઈ છે.

યુપી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જારી માહિતી અનુસાર, યુપી પંચાયત ચૂંટણી દરમિયાન  કોરોનાથી સંક્રમિત થનાર અને ત્યાર બાદ મોતને ભેટનાર શિક્ષકો તથા કર્મચારીઓની સંખ્યા ૧૬૨૧ છે.

પ્રાથમિક શિક્ષક સંઘે યુપી સરકારને પત્ર લખીને ગુજરી ગયેલા તમામ શિક્ષકો તથા કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાયતા, તથા તેમના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે.

શિક્ષક સંઘની યાદી અનુસાર, આઝમગઢમાં ૬૮, ગોરખપુરમાં ૫૦, લખીમપુરમાં ૪૭, રાયબરેલીમાં ૫૩, જોનપુરમાં ૪૩, અલ્હાબાદમાં ૪૬ લખનઉમાં ૩૫, સીતાપુરમાં ૩૯,ઉન્નાવમાં ૩૪, ગાઝીપુરમાં ૩૬, બારાબંકીમાં ૩૪ કર્મચારીઓના મોત થયા છે.

શિક્ષક સંઘની યાદી અનુસાર, આઝમગઢમાં સૌથી વધારે ૬૮ શિક્ષકોના મોત થયા છે. યુપી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ અધ્યક્ષ ડો.દિનેશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે હાઈકોર્ટે પણ સ્વીકાર કર્યો છે કે મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવી જોઈએ.

(10:37 am IST)