Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

મિત્તલ લાઇફસ્ટાઇલ ભારતના બીજા સૌથી મોટા ગારમેન્ટ ઉત્પાદક બનશે

કંપનીએ નવી બ્રાન્ડસ GERICHO LONDON અને MCALLEN PARIS સાથે ગાર્મેન્ટસનું ઉત્પાદન શરૂ કર્યુ છે જે રેવન્યુ અને નફામાં વધારો કરશે

મુંબઇ, તા.૧૮: ભિવંડી ખાતે ડેનિમ ગાર્મેન્ટ મેન્યુફેકચરિંગ યુનિટ ધરાવતી ફલ્ચ્ લીસ્ટેડ મિત્ત્।લ લાઇફસ્ટાઇલ લિ. કંપની એકસ્પાન્શનની યોજના બનાવી રહી છે, ત્યારબાદ તે ભારતમાં ડેનિમ જિન્સનું બીજું સૌથી મોટું ઉત્પાદક બનશે. કંપનીએ મહિનામાં ૨૫,૦૦૦ યુનિટ ડેનિમ જિન્સની ઉત્પાદન ક્ષમતા સાથે બે નવી મેન્યુફેકચરિંગ ફેસીલીટીઝ ઉભી કરી છે. ભિવંડી ખાતે સ્થિત તેના મેન્યુફેકચરિંગ યુનિટમાં કંપની પાસે અતિ આધુનિક આર એન્ડ ડી ફેસીલીટીઝ છે.

શ્રી બ્રિજેશકુમાર મિત્તલ, ઘ્પ્ઝ્ર, ના જણાવ્યા અનુસાર કંપની માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટે ૧૨૫ કરોડનું ટર્નઓવર અને અંદાજે ૭ કરોડ જેટલું નફો મેળવવાની યોજના ધરાવે છે.

સરકાર દ્વારા કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગને વેગ આપવા સાથે મિત્ત્।લ લાઇફ સ્ટાઈલ લિમિટેડ સહિત કાપડ અને ગારમેન્ટ કંપનીઓને મોટા પ્રમાણમાં ફાયદો થશે. તાજેતરના એક સર્વે અનુસાર ભારતીય બ્રાન્ડેડ અપેરીઅલ ઉદ્યોગનો અંદાજ છે કે તેનું કદ ઼૧૦ બિલિયન છે અને તે વાર્ષિક ૧૦-૧૨્રુ જેટલો વૃદ્ઘિ કરશે એવી ખૂબ મોટી સંભાવના છે.

(4:25 pm IST)