Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

આવતીકાલે ભારતમાં એવું થવાનું છે કે જેને કોઈ ભારતીય કયારેય નહીં ભૂલી શકેઃ ઈતિહાસમાં અમર થઈ જશે આ ઘટના

આવતીકાલે કોરોનાના જે રીતે કેસો સામે આવી રહ્યા છે, જોતા એક લાખને પાર આંક પહોંચી શકે છે, આ આંકડો તમામ ભારતીયો માટે ડરામણો અને બિહામણો છે

નવી દિલ્હી, તા.૧૮: દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૯૬ હજારને પાર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આવતીકાલ કોરોનાના જે રીતે કેસો સામે આવી રહ્યા છે જોતા એક લાખને પાર આંક પહોંચી શકે છે. આ આંકડો તમામ ભારતીયો માટે ડરામણો અને બિહામણો છે. આપને જણાવી દઈએ કે, કોરોનાના કેસની બાબતમાં ભારત વિશ્વમાં ૧૧મો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. જયાં કોરોનાની સ્થિતી કથળતી જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જાહેર થનાર અપડેટ અનુસાર, હાલ દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૯૬,૧૬૯ છે. તેમાંથી ૩,૦૪૯ લોકોના મૃત્યુ થયા છે અને ૩૬ હજારથી વધારે દર્દીઓ સાજા થઇ ચુકયા છે.

હાલ દેશમાં ૫૬,૩૧૬ એકિટવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના કહેર સૌથી વધારે છે. અહીં દર્દીઓની સંખ્યા ૩૩ હજારને પાર પહોંચી ગઇ છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ ૧૧૯૮ સુધી પહોંચી ચુકી છે. ત્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૧,૩૭૯ સુધી પહોંચી ચુકયો છે, જયારે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૬૫૯ છે.

તમિલનાડુમાં પણ ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અત્યાર સુધીમાં અહીં ૧૧,૨૨૪ કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી ૭૮ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૦ હજારને પાર કરી ચુકી છે. મંત્રાલયના અપડેટ અનુસાર, દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૦,૦૫૪ છે, જેમાંથી ૧૬૦ લોકોના મૃત્યુ થઇ ગયા છે.

રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૫,૨૦૨ કન્ફર્મ કેસ સામે આવ્યા છે, જેમાંથી ૧૩૧ લોકોના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં ૪૯૭૭ કેસ સામે આવી ચુકયા છે, જેમાંથી ૨૪૮ લોકોના મૃત્યુ થયા છે. ઉત્ત્।ર પ્રદેશમાં પણ કોરોના દર્દીની સંખ્યામાં વધારો નોંધાયો છે. હાલ અહીં દર્દીઓની સંખ્યા ૪૨૫૯ પહોંચી ચુકી છે, જેમાંથી ૨૩૮ લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને કેસની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. એક દિવસમાં ૨ હજાર ૩૪૭ કેસ નોંધાયા. જેથી ઉદ્ઘવ સરકારની ચિંતામાં વધારો થયો છે. જયારે કે, અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા ૩૩ હજારને પાર અને ૧ હજાર ૧૯૮ લોકોના મોત થયાં છે. એકલા મુંબઈમાં ૨૦ હજારથી વધારે કેસ નોંધાયા છે. મુંબઈમાં એક દિવસમાં ૧ હજાર ૬૦૦દ્મક વધારે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે ૩૧જ્રાક મે સુધી લોકડાઉનની જાહેરાત પણ કરી છે. મહારાષ્ટ્રમાં મુંબઈ બાદ થાણેમાં ૪ હજારથી વધારે કેસ અને પુણેમાં ૩ હજાર ૮૨૧ કેસ નોંધાયા છે.

વિશ્વમાં કોરોનાનો કાળોકહેર

અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા ૧૫.૨૭ લાખને પાર થઈ છે. જયારે કે ૯૦ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાના કેસ સતત વધવાના કારણે ટ્રમ્પ સરકારની ચિંતામાં વધારો થયો છે. ત્યારે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યુ હતુ કે, ચીન ઈચ્છતુ હોત તો દુનિયામાં કોરોનાના કેસ વધુ ફેલાયા ન હોત. ચીનને કોરોનાની ગંભીરતા અંગે જાણ હતી તેમ છતા પોતાના નાગરિકોને વિદેશ જવાની મંજૂરી આપી છે. જેથી હવે ચીનને કેવા પ્રકારનો દંડ આપવો તે અંગેનો નિર્ણય ટ્રમ્પ લેશે અને દુનિયામાં ફેલાયેલી મહામારી માટે ચીન જવાબદાર છે.

(4:16 pm IST)