Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

તા. ૧ થી ૧૫ જુલાઈ દરમિયાન સીબીએસઈ ધો. ૧૦ અને ૧૨ની બાકી રહેલી પરીક્ષા યોજાશે

નવી દિલ્હી, તા. ૧૮ :. સીબીએસઈ દ્વારા માર્ચ માસમાં યોજાયેલ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા દરમિયાન લોકડાઉનની સ્થિતિ ઉભી થતા અમુક પ્રશ્નપત્રોની પરીક્ષા બાકી રહી ગઈ હતી. જેની તારીખ હવે જાહેર થઈ છે. તા. ૧ થી ૧૫ જુલાઈ સુધીમાં સીબીએસઈ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવશે.

સીબીએસઈ બોર્ડે ધો. ૧૨ની પરીક્ષા જાહેર કરી છે. ધો. ૧૨ની પરીક્ષા તા. ૧ થી ૧૫ જુલાઈ વચ્ચે યોજાશે. તેની સાથે જ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પણ ૧ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી ધો. ૧૦ની પરીક્ષા લેવામાં આવશે. તેમ માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીવાલે જણાવ્યુ છે.

(4:12 pm IST)