Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

નવા નિયમોનું પાલન કરવું પડશે

૧૫ જૂનની આસપાસ ખુલશે સિનેમા હોલ અને શોપિંગ મોલ, મળ્યા મહત્વનાં સંકેતો

નવી દિલ્હી, તા.૧૮: ભારતમાં દુનિયાનું સૌથી મોટું લોકડાઉન વધુ ૧૪ દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનો ચોથો ફેઝ હશે, જે સોમવાર ૧૮ મેથી શરૂ થઈ ગયો છે અને ૩૧ મેનાં ખત્મ થશે. આ સમગ્ર મુદ્દે એક વાતચીતમાં ભ્સ્ય્નું ચેરમેન અને એમડી અજય બિજલીએ જણાવ્યું કે ૧૫ જૂનની આસપાસ શોપિંગ મોલ ખુલી શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચનાં અંતથી દેશમાં તમામ જગ્યાએ શોપિંગ મોલ અને સિનેમા હોલ બંધ છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર સરકાર અને રાજયોને લોકડાઉન ચાલું રાખવાનાં નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. જે પ્રમાણે સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, ઓડિટોરિયમ અને અસેમ્બલી હોલ બંધ રહેશે. અજય બીજલી આગળ કહે છે કે સિનેમા હોલમાં બેસવા માટેનાં કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવી શકે છે.

લોકડાઉન બાદ જલદી-જલદી ફિલ્મો રીલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૫ મેનાં ભ્સ્ય્એ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ફિલ્મોની રીલીઝને ધ્યાનમાં રાખતા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતુ. આ નિવેદન દ્વારા તેમણે ફિલ્મ મેકર્સને નિવેદન કર્યું કે તેમની ફિલ્મોની રીલીઝ થિયેટર ખુલવા સુધી થંભાવી રાખે.

પીવીઆર પિકચર્સનાં સીઈઓ કમલ જ્ઞાનચંદાનીએ કહ્યું કે, 'અમે માનીએ છીએ કે થિયેટર રીલીઝ આપણા ફિલ્મ નિર્માતાઓની મહેનત અને રચનાત્મક પ્રતિભાનો અનુભવ કરવાની સૌથી સારી રીત છે. આવું દશકોથી ના ફકત ભારતમાં, પરંતુ દુનિયાભરમાં થાય છે.'

(4:09 pm IST)