Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

લોકડાઉન ૪.૦માં રાજ્યોની જવાબદારી વધુ

વડાપ્રધાન મોદીએ પહેલેથી જ આપ્યા હતા સંકેત

કોરોના જંગમાં પ્રભાવી લોકડાઉનનું ચોથું ચરણ છેલ્લા ત્રણ ભાગોના લોકડાઉનથી કેટલાક રીતે અલગ થવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ મેએ રાષ્ટ્રના નામે તેમના સંબોધનમાં પહેલેથી જ સંકેત આપ્યા હતા. જોકે કેન્દ્ર સરકારે લોકડાઉનના વ્યાપક દિશાનિર્દેશ તો નક્કી કરવામાં આવ્યા છે પરંતુ તેને કયાં પ્રકારે કઇ હદ સુધી લાગુ કરવામાં આવ્યા છે કે નહી આ નિર્ણય રાજ્યો પર છોડી દેવામાં આવ્યો છે.

સ્પષ્ટ છે કે હવે કોરોનાથી નિપટવા માટે રાજ્યોની જવાબદારી વધુ હશે. છેલ્લા ત્રણ ચરણોમાં અનેક રાજ્યોએ અને રાજનૈતિક પક્ષોએ કેન્દ્ર સરકાર જ આ વાત માટે ટીકા કરી હતી તે રાજ્યો પર તેમની અનેક પ્રતિબંધો થોપાવી રહ્યા છે અને રાજ્યોને યોગ્ય રીતે કામ કરવાનો મોકો મળી રહ્યો છે.

જ્યારે ગૃહમંત્રાલયે આદેશ જાહેર કર્યા તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે વડાપ્રધાનના વાયદાના અનુસાર જ છે. હવે રાજ્ય સરકાર ખૂદ નક્કી કરશે. દરેક જિલ્લા સુધી તે નક્કી થશે કે ત્યાં કયાં ક્ષેત્રોમાં કયાં પ્રકારે લોકડાઉનના નવા નિયમો લાગુ થશે.

(11:58 am IST)